નીતા લીંબાચીયા
13 નવેમ્બર, 2022:
કલાસુર્ય ફાઉન્ડેશન ધ્વારા ચલાવવા મા આવતા અભિયાન કર્મણેસેના ધ્વારા બાળદિવસની ઉજવણી “કનેતી આદર્શ પ્રાથમિક શાળા, સાણંદ” મા થવા જઈ રહી છે. ૧૧ થી ૧૪ વર્ષની ૫૦ વિદ્યાર્થીનીઓ પોતાની માતાઓ સાથે હાજર રહેશે.
અહી મેન્સ્ટ્રુઅલ કપની સમજ આપી આ કપ ભેટ સ્વરૂપ આ દિકરીઓને આપવામા આવશે, આ ભેટ દિકરીઓના નિર્દોષ બાળપણને માસીકધર્મના ધબ્બાઓ અને ચેપની ચિંતા માથી મુક્ત કરશે.
સાથે આ દિકરીઓને સેલ્ફ-ડિફેન્સની સોફ્ટ ટેકનીક્સ અને સોસીયલ મીડીયાના સમજણ ભર્યા ઉપયોગ માટેની ટ્રેનીંગ આપી બાળદિન ઉજવાશે.
આ ૫૦ બાળકીઓ માટે મેન્સ્ટ્રુઅલકપની ભેટ શ્રીમતી કૈલાશ ઠાકોર (ફ્લોરીડા) ધ્વારા આપવામા આવી છે.
#bharatmirror #bharatmirror21 #news #kalasuryfoundation #ahmedabad