નીતા લીંબાચીયા
20 નવેમ્બર, 2022:
ઈંડી કાર્ટિંગે ગુજરાતમાં તેની પ્રથમ સુવિધા અમદાવાદમાં શીલજ – કલ્હાર રોડ પર શરૂ કરી છે. ગુજરાતમાં મોટર
સ્પોર્ટ વધતાં ઈંડી કાર્ટિંગે અહીંયા પોતાની સુવિધા શરૂ કરી છે. અહીંયા ૪૫૦ મીટરનો ટ્રેક હશે અને ભવિષ્યમાં
રાષ્ટ્રીય સ્તર ની રેસ નું આયોજન પણ શક્ય બનશે. ઈંડી કાર્ટિંગ ૨૦૧૫ માં ભારતીય યુવાને મોટર સ્પોર્ટ
ઈન્ફ્રાસ્ટ્રકચર પૂરું પાડવાના ઉદ્દેશ્ય થી શરૂ થઇ હતી. ઈંડી કાર્ટિંગ ભારતની સૌથી મોટી કાર્ટિંગ સિરીઝ છે અને
આજદિન સુધી ૫૦૦૦ થી વધુ એન્ટ્રીઓ આવી છે.
મોટર સ્પોર્ટ માં કાર્ટિંગ એક પ્રથમ અને મહત્વનું કદમ છે. વિશ્વભરમાં આનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તેમાં ૫
વર્ષના બાળકો પણ ડ્રાઇવિંગ શરૂ કરી દે છે. ખાસ કરીને ગો કાર્ટ માં રેસ માં પ્રતિયોગિતા સાત વર્ષની થી શરૂ થાય છે
અને (૭ થી ૧૨ વર્ષ) સિનિયર અને જુનિયર શ્રેણી અલગ-અલગ હોય છે. તેના બધાજ ફોર્મ્યુલા – ૧ રેસર્સ આ સ્તરે
કાર્ટિંગ કરીને જ પહોંચ્યા છે. ભારતના આશાસ્પદ ફોર્મ્યુલા – ૧ જેહાન દારૂવાલા પણ મુંબઈ માં આવાજ પાર્ક શરૂ
કર્યા હતા.
આ પ્રોજેક્ટ બ્રિજ મોડી અને મિહિર શાહ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે, તેઓ બંનેને મોટર સ્પોર્ટ માં વિશેષ રુચિ
છે. આ સુવિધામાં ૧૪ જુદી જુદી સ્પીડ અને સાઈઝ ની કાર્ટ હશે. ૮ વર્ષ અને વધુ ૧૨ વર્ષ અને ૧૨ વર્ષ થી વધુ
ની શ્રેણી માં જુદી જુદી કાર્ટ હશે જે કોઈ પણ સ્પીડ ઉત્સાહી ને રોમાંચિત કરી દેશે. આ સુવિધા સાતેય દિવસ સાંજે
૫ થી રાત્રે ૧ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. અહીંયા વિશેષ ફ્લડ લાઈટની સુવિધા હશે.
રાયો રેસિંગ ભારતની સૌથી સફળ આંતરરાષ્ટ્રીય કાર્ટિંગ ટીમ છે અને અત્યાર સુધી ૩૨ ટાઇટલ મેળવી ચુકી છે. તેઓ
ઈંડી કાર્ટિંગ અમદાવાદ ખાતે રાયો રેસિંગ એકેડેમી સ્થાપિત કરશે, તેમાં સામાન્ય કોર્ષ હશે અને એકેડેમીના વિદ્યાર્થીયો
ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવાની તક મળશે. ગુજરાતે કાયમ મોટર સ્પોર્ટ માં રસ દાખવ્યો છે,
ઈંડી કાર્ટિંગ જલ્દી રેસિંગ સ્પર્ધાઓ યોજશે જેથી ગુજરાત મોટર સ્પોર્ટ ની મુખ્યધારામાં આવી શકે. અમદાવાદ ટ્રેક
ઈંડી કાર્ટિંગ નું ચોથું સ્થળ હશે અને તેની ડિઝાઇન પરિવર્તન ક્ષમ હશે.
રેયોમન્ડ બાનાજી – ફોર્મ્યુલા કાર અને કાર્ટિંગમાં ૮ વખત ચેમ્પિયન રહી ચુકયા છે.
#bharatmirror #bharatmirror21 #news #indiKarting #ahmedabad