અશ્વિન લીંબાચિયા, અમદાવાદ
17 ઓક્ટોબર, 2022:
અસ્થિ વિસર્જીત ન કરી શકેલ હોય તેવા પરિવારજનોએ પોતાના દીવંગતો ના અસ્થિ શહેર ના વિવિધ સ્મશાને સંસ્થા ના અસ્થિ કુંભ મા પધરાવવા અનુરોધ
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવા મા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓ નુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમ મા સામૂહીક વિસર્જન કરવા મા આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનો ના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓ નુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવા મા આવે છે.
હીન્દુ ધર્મ ની પરંપરા મુજબ દીવંગતો ના આત્મા ની શાંતિ અર્થે ગ્રહણ પહેલા અસ્થિઓ નુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે દીવાળી ના પર્વ પર સુર્યગ્રહણ હોય મોરબી જલારામ મંદીર દ્વારા તા.૨૦-૧૦-૨૦૨૨ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમ મા બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ ઉપરાંત જે લોકો પોતાના દીવંગતો ના અસ્થિઓ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનુ સામૂહીક અસ્થિ વિસર્જન કરવા મા આવશે. તા.૧૯-૧૦-૨૦૨૨ ના રોજ મોરબી ના તમામ સ્મશાને થી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવા મા આવશે જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થા ના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થશે. જે કોઈ વ્યક્તિઓ પોતાના સ્વજનો ના અસ્થિઓ વિસર્જીત કરી શકેલ ન હોય તેમણે આગામી તા.૧૯-૧૦ સુધી મા શહેર ના વિવિધ સ્મશાન ખાતે જલારામ મંદીર ના અસ્થિ કુંભ મા પધારાવવા વિનંતી. આ ભગીરથ કાર્ય મા સંસ્થા ના ગીરીશ ભાઈ ઘેલાણી, હીતેશ જાની, ચિરાગભાઈ રાચ્છ, હરકાંતભાઈ વ્યાસ, ભાવીનભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓ જોડાશે.
#bharatmirror #bharatmirror21 #news #morabijalarammandir #morabi #ahmedabad