નીતા લીંબાચિયા, અમદાવાદ,
21 ઓક્ટોબર, 2022:
શ્રીઋગ્વેદીય પૂર્વામનાય શ્રીગોવર્ધનમઠ પુરીપીઠાધીશ્વર અનંતશ્રી વિભૂષિત પૂજ્યપાદ “શ્રીમદ્દ જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રીનિશ્ચલાનંદ સરસ્વતી મહાભાગે ઉદ્ઘોષણા કરી છે.
કે આવનાર સાડા ત્રણ વર્ષ ની અલ્પાવિધિ મા ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે. જેનું એંશી ટકા કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે માત્ર વીસ ટકા કાર્ય બાકી રહેલું છે.”
તેની પૂર્ણાહુતિ માટે પુરીપીઠાધીશ્વર શ્રીમદ્દ જગદ્ગુરુ શંકરાચાર્ય મહાભાગ ભારત દેશ ના અલગ અલગ રાજ્યો મા રાષ્ટ્રોત્કર્ષ યાત્રા દ્વારા હિન્દુ રાષ્ટ્ર ધર્મ સભા તથા હિન્દુ રાષ્ટ્ર સંગોષ્ઠી આયોજીત કરીને જન-જાગરણ અભિયાન ચલાવી રહ્યા છે. તે અભિયાન અંતર્ગત કર્ણાવતી મહાનગરમાં પધારી રહ્યા છે.
પુરીપીઠાધીશ્વર શ્રીમદ્દ ગદગુરુ શંકરાચાર્યજી ના સ્વાગત માટે અને તેમની રાષ્ટ્રોત્કર્ષ યાત્રા માં જોડાવવા માટે સનાતન હિન્દુ સંગઠન અને હિન્દુ સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ “મા ઉમિયાધામ” શ્રી ઉમિયા કેમ્પસ, સોલા અમદાવાદ ખાતે “હિન્દુ રાષ્ટ્ર એકતા મંચ” ઉપર ઉપસ્થિત થઈ રહ્યા છે.
#bharatmirror #bharatmirror21 #news #hindurashtraektamanch #ahmedabad