નીતા લીંબાચિયા
સપ્ટેમ્બર 02, 2022, અમદાવાદ
અમદાવાદઃ ભારત, કેનેડા અને યુકેમાં હાજરી ધરાવતી અમદાવાદની ડિજીટલ ટ્રાન્સફોર્મેશન એન્ડ ટેકનોલોજી સર્વિસીસ કંપની યુડીઝ સોલ્યુશન્સે બ્લાઈન્ડ પિપલ્સ એસોસિએશન (બીપીએ) સાથે મળીને ત્યોહર ઉજીવ્યા

તહેવારો એ સમાજ સાથે નાતો કેળવવાનો ખૂબ સારો સમય છે અને યુડીઝ સોલ્યુશન્સની ટીમે પણ બીપીએના સ્પેશ્યલી એબલ્ડ પરિવાર સાથે મળીને ત્યોહર ઉજવણી કરી છે. ટીમના મોટાભાગના સભ્યો માટે સ્પેશ્યલી એબલ્ડ સમુદાયના ચહેરા પર સ્મિત લાવવાનો આ એક સૌ પ્રથમ અનુભવ હતો.

યુડીઝ સોલ્યુશન્સના સહ-સ્થાપક પ્રતિક પટેલ જણાવે છે કે “કેટલાક અત્યંત પ્રતિભાશાળી અને સ્પેશ્યલી એબલ્ડ વ્યક્તિઓ તથા તેમની ટીમ સાથે મળીને તેમના અનુભવો અને સંઘર્ષની ગાથા જાણવાનો અમને ખૂબ જ સુંદર અનુભવ થયો છે. આ સમુદાય અપાર ભાવના તથા ક્યારેય પણ હતાશ નહીં થવાનો અભિગમ ધરાવે છે. અમે બ્લાઈન્ડ પિપલ્સ એસોસિએશનના આભારી છીએ કે તેમણે અમને આવો અદ્દભૂત અનુભવ પ્રાપ્ત કરવાની તક પૂરી પાડી છે. અમે સાથે મળીને વધુ સિધ્ધિ હાંસલ કરીશું અને સમુદાય માટે કામ કરતાં રહીશું તથા એક સુંદર સમુદાયનું નિર્માણ કરીશું.”

મિઠાઈ અને સ્મિતના આદાન-પ્રદાન ઉપરાંત આ દિવસ પ્રતિક પટેલ અને તેમના સાથીઓ માટે બીપીએના અધિકારીઓ સાથે દુનિયામાં તાજેતરમાં ગ્લોબલ ટેકનોલોજીમાં થઈ રહેલી ગતિવિધીઓ અંગે વાતચીતથી સભર રહ્યો. યુડીઝ ટેકનોલોજી અને તેમને ત્યાં થઈ રહેલા કામ અંગે તેમણે ટૂંકી સમજ પણ આપી હતી.

બ્લાઈન્ડ પિપલ્સ એસોસિએશનના એક્ઝિક્યુટીવ સેક્રેટરી ડો. ભૂષણ પૂનાનીએ આ પવિત્ર પ્રસંગે યુડીઝ સોલ્યુશન્સ દ્વારા અપાયેલા સહયોગ અંગે આભાર વ્યક્ત કર્યો હતો.

યુડીઝ સોલ્યુશન્સ એ બ્લોક ચેઈન ડેવલપમેન્ટ, ગેઈમ ડેવલપમેન્ટ, વેબ ડેવલપમેન્ટ અને મોબાઈલ એપ્પ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોને આવરી લેતા વ્યાપક સોલ્યુશન્સ પૂરાં પાડતી અને 13થી વધુ વર્ષનો અનુભવ ધરાવતી કંપની છે. કંપનીએ એઆર/વીઆર સેગમેન્ટસ સંબંધિત કેટલાક પ્રોજેક્ટસ સફળતાપૂર્વક હાથ ધર્યા છે અને યુઆઈ/યુએક્સ ડિઝાઈનીંગની સાથે સાથે એઆઈમાં પણ નિપુણતા ધરાવે છે.
#bharatmirror #bharatmirror21 #news #udjblindpeople’sassociation #ahmedabad
