Divaa હાઈટ્સ ગોતામાં મોડી રાત્રે કર્યો આપઘાત
વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો આપઘાત
કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે કર્યો આપઘાત
3 વર્ષની બાળકી સાથે કર્યો આપઘાત
આપઘાત પાછળનાં કારણો જાણવા તજવીજ શરૂ કરાઈ
સોલા પોલીસે તપાસ હાથ ધરી.
અશ્વિન લીંબાચિયા
સપ્ટેમ્બર 07, 2022, અમદાવાદ
અમદાવાદ પોલીસ કર્મી કુલદીપસિંહ ભરતસિંહ યાદવ ની પત્ની અને 3 વર્ષ ની બાળકી સાથે ગોતા વિસ્તારમાં 12માં માળેથી ઝંપલાવી આત્મ હત્યા કરી હતી,
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ ફરજ બજાવતા પોલીસ કર્મી ભાવનગર ના શિહોર ના પ્રગટનાથ ના ઢાળ ના છે. વતની.
રાત્રે ૧૧.૩૦ બાદ પોલીસ કર્મી એ,પત્ની અને દીકરી સાથે કરી આત્મ હત્યા.કરી હતી,
રાત્રે બે વાગે શિહોર ખાતે પરિવાર જનોને થઈ જાણ
સામૂહિક આત્મ હત્યા નું કારણ અકબંધ
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને એકાઉન્ટ શાખામા કામ કરતા કોન્સ્ટેબલે ગોતામા પત્ની અને પુત્રી સાથે 12મા માળેથી પડતુ મૂકીને આત્મહત્યા કરી.
ત્રણ વર્ષની બાળકી આકાંક્ષા, પત્ની રિદ્ધિબેન અને પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગે 12 મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો. કુલદીપસિંહનાં બહેન તેમની નજીકમાં જ રહે છે. પોલીસ કંટ્રોલ રૂમને આ બનાવની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. કુલદીપસિંહ અને તેમના પત્નીએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે.
કુલદીપસિંહના બનેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે પોલીસકર્મી કુલદીપસિંહ ભાવનગરના સિંહોરના વતની હતા અને તેમનાં પત્ની સિહોરની બાજુમાં આવેલા વડિયાનાં રહેવાસી હતાં. તેમના જાણીતા લોકોનું કહેવું છે કે કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા , આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એ હજી સમજાતું નથી. કુલદીપસિંહના બનેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.