સપ્ટેમ્બર 25, 2022, અમદાવાદ
સનાતન ધર્મના અત્યંત મહત્વપુર્ણ શ્રાધ્ધ પર્વના અંતિમ દિવસે એટલે કે સર્વ પિત્રુ અમાવસ્યાના દિવસે દેશભરના 450 જેટલા સંત આસારામ બાપુનાn આશ્રમમાં સર્વ પિત્રુ તર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આઠ લાખ કરતાં પણ વધારે લોકો અને સાધકોએ વૈદીક મંત્રોચ્ચાર સાથે સર્વ પિત્રુ શ્રાધ્ધ તર્પણની વિધીમાં ભાગ લીધો હતો. વિદ્વાન ભુદેવો દ્વારા પરંપરાગત અને ધાર્મિક નિતિ નિયમો અનુસાર તર્પણ વિધિ કરાવવામાં આવી હતી.
સનાતન ધર્મમાં સર્વ પિત્રુ તર્પણ વિધિ અત્યંત મહત્વપુર્ણ ગણવામાં આવે છે.દેશ અને વિદેશમાં રહેતા હિન્દુ શ્રધ્ધાળુઓ તેમના પિત્રુઓને યાદ કરી આસ્થા અને શ્રધ્ધા સાથે તર્પણ વિધિ કરતા હોય છે.આસારામ બાપુના દેશભરમાં કાર્યરત 450 કરતાં પણ વધારે આશ્રમોમાં સર્વ પિત્રુ અમાવસ્યાના દિવસે સવારે સર્વ પિત્રુ તર્પણ વિધિ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.વૈદિક મંત્રોચ્ચાર સાથે પરંપરાગત રીતે હિન્દુ શાસ્ત્રો અનુસાર વિદ્વાન ભુદેવો દ્વારા સર્વ પિત્રુ તર્પણ વિધિ અને પુજનના કાર્યક્રમો યોજાયા હતા.જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે સર્વ પિત્રુઓનું આહાવન,તર્પણ,પુજા ઉપરાંત વિશ્નુ સહસ્ત્રનામના પાઠ કરવામાં આવ્યા હતા.અત્યંત શુધ્ધ અને પવિત્ર વાતાવરણમાં આયોજીત કાર્યક્રમ માં આઠ લાખ કરતાં પણ વધારે સાધકો તથા શ્રધ્ધાળુઓએ આસ્થા અને શ્રધ્ધા સાથે વૈદિક પરંપરા અનુસાર વિધિ કરી હતી.
સનાતન ધર્મમાં માન્યતા છે કે સર્વ પિત્રુ તર્પણ વૈદિક મંત્રોચ્ચાર સાથે આસ્થા અને શ્રધ્ધાથી કરવામાં આવે ત્યારે પિત્રુઓ વાતાવરણમાં પ્રવેશ કરે છે.વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવતા તર્પણનો સ્વિકાર કરે છે.જે પિત્રુઓ ત્રુપ્ત થતાં આશિર્વાદ આપે છે.સર્વ પિત્રુ તર્પણ કરવાથી સાધકના જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય છે,આર્થિક અને સામાજીક મુશ્કેલીઓ દુર થાય છે,પરિવારજનોની ઉત્તરોતર પ્રગતિ થાય છે,પિત્રુઓ ત્રુપ્ત થાય છે,જેના કારણે આર્થિક રીતે સમ્રુધ્ધિ પણ પરિવારમાં આવે છે.આસારામ આશ્રમ ખાતે સર્વ પિત્રુ ઉપરાંત સમગ્ર વિશ્વના કલ્યાણ માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે સર્વ પિત્રુ તર્પણ કાર્યક્રમ યોજાયો હતો.તમામ લોકોને ગીરની ગાયના દુધમાંથી બનેલી ખીર,ગીર ગાયના દુધમંથી બનેલું ઘી,પંચામ્રુત સહિતની પુજા સામગ્રી આશ્રમમાંથી આપવામાં આવી હતી.
ઉપરાંત શુધ્ધ અને સાત્વિક ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો.અચરજની વાત એ છે કે કેટલાક આશ્રમોમાં સર્વ પિત્રુ તર્પણ કાર્યક્રમમાં લાભ લેવા માટે એટલી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવ્યા હતા,કે તેમને વ્યાસપીઠની બહારના ભાગે બેસવાની વ્યવસ્થા કરવી પડી હતી.
#bharatmirror #bharatmirror21 #news #shraddhatarpana #ahmedabad