નીતા લીંબાચિયા
સપ્ટેમ્બર 29, 2022, અમદાવાદ
દેશ ની એકતા અને અખંડીતતા ના કાજે તમામ ધમૅો અને તેમના પ્રતિકો નું આદર અને સન્માન કરવા નુ સંકલ્પ કરાશે

ભારતના સ્વતંત્રતા આંદોલન ના ક્રાંતિકારી અને ભારતના સપૂત શહીદે એ આઝમ વીર ભગતસિંહ ની ૧૧૫ મી જન્મ જયંતી નિમિત્તે પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોર્જ ડાયસ ની આગેવાની હેઠળ ખોખરા સર્કલ ખાતે આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કે કાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં સંકલ્પ કરવામાં આવ્યો હતો કે “હું ભારતનો નાગરિક આજે ભારત સ્વતંત્રતા આંદોલન ના ક્રાંતિકારી ભારતના સપુત શહીદ એ આઝમ વીર ભગતસિંહ ની ૧૧૫ મી જન્મ જયંતી એ સંકલ્પ લઉ છું કે, સ્વતંત્ર ભારતમાં માનવ પ્રત્યે સમાન દ્રષ્ટિભાવ રાખીશ અને તેમના પ્રત્યે ભેદભાવ,જાતીય આભડછેઠ ઊંચ-નીચ,નાત-જાત નું ભેદભાવ રાખીશ નહીં અને વીર ભગતસિંહ એ કરેલી કલ્પના અનુસાર ભારત નિર્માણ માટે પ્રયત્ન કરીશ.

દરેક ધર્મો અને તેમના પ્રતિકોનું સન્માન અને આદર કરીશું અને દેશમાં સ્થાપિત હિતો માટે કોમ-કોમ વચ્ચે ઝેર ફેલાવતા તત્વોને જ જાકારો આપીશું.
#bharatmirror #bharatmirror21 #news #shaheedbhagatsingh #115thbirthanniversary-shaheedbhagatsingh #ahmedabad
