નીતા લીંબાચિયા
સપ્ટેમ્બર 02, 2022, અમદાવાદ
અમદાવાદના સિઝલર્સ પ્રેમીઓને માટે સાચા અર્થમાં સિઝલર્સનો સ્વાદ મળી રહે તે માટે સેઝી સિઝલર્સ રેસ્ટોરન્ટ પોતાની શરૂઆતથી જ સાતત્ય જાળવી રહી છે. જેના પર શહેરીજનો પણ લોકપ્રિય સિઝલર્સ રેસ્ટોરન્ટ તરીકે અઢળક પ્રેમ વરસાવી રહ્યાં છે. સેઝી સિઝલર્સ પોતાની ભવ્ય દ્રિતીય એનીવર્સરીની ઉજવણી કરી રહી છે.
પોતાની આ ભવ્ય ઉજવણીમાં સેઝી સિઝલર્સ શહેરીજનોને સામેલ કરી રહી છે, જેથી પોતાની ઉજવણીને વધુ ભવ્યતા આપી શકાય. આ ઉજવણી 1 સપ્ટેમ્બરથી 3 સપ્ટેમ્બર સુધી ચાલશે.
અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં બિનોરી એમ્બિટમાં સ્થિત શુદ્ધ શાકાહારી સેઝી સિઝલર્સ રેસ્ટોરન્ટ શહેરના સિઝલર્સ પ્રેમીઓની સાચા અને સ્વાદિષ્ટ સિઝલર્સની માંગને પૂર્ણ કરે છે. સતત બે વર્ષથી અમદાવાદીના લોકપ્રિય સિઝલર્સ ડેસ્ટિનેશન તરીકે સેઝી સિઝલર્સ પોતાના સિઝલર્સના હોટ એન્ડ સ્પાઇસીના અનોખા સ્વાદ સાથે બજારમાં અગ્રણી બની રહી છે.
દ્રિતીય એનીવર્સરીની ઉજવણી પ્રસંગે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ ક્ષેત્રમાં 20 વર્ષનો અનુભવ ધરાવતા સેઝી સિઝલર્સના કો-પાર્ટનર શ્રી શક્તિસિંહ ઝાલાએ જણાવ્યું, “કોરોના મહામારી બાદ અમે સેઝી સિઝલર્સ રેસ્ટોરન્ટનો પ્રારંભ કર્યો હતો. અમારી આ સફળતાની દ્રિતીય એનીવર્સરીની ઉજવણી કરતા અમે ખૂબ જ આનંદ અનુભવી રહ્યાં છે.
સેઝી સિઝલર્સ ખાતે અમે સિઝલર્સને સ્વાદ પ્રેમીઓમાં પ્રિય બનાવવા માટે સિઝલર્સના સ્વાદ અને ક્વોન્ટિટી પર મુખ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેના અમે સારા પરિણામો પણ મેળવ્યા છે. જોકે આ દરેકના કેન્દ્રમાં અમે સિઝલર્સની તમામ એસઓપીને રાખીને કામ કરી રહ્યાં છે. એકદંરે અમે કહી શકીએ કે અમદાવાદીઓને જે પ્રકારના સિઝલર જોઇતા હતા, તેને અમે સ્પર્ધાત્મક ભાવે પીરસી રહ્યાં છીએ.
આ ઉપરાંત અમે સેઝી સિઝલર્સ ખાતે દરેક તહેવારની ઉત્સાહભેર ઉજવણીએ કરીએ છે, તેમજ ગ્રાહકો પોતાના પ્રિયજનની બર્થડે, એનીવર્સરી જેવા વિશેષ દિવસની યાદગાર ઉજવણી કરી શકે તે માટે અમે વિશેષ રીતે આયોજન કરીએ છીએ.”
સિઝલર્સ મેનુની વૈવિધ્યતા વિશે જણાવતા સેઝી સિઝલર્સના કો-પાર્ટનર અંજના ઝાલાએ જણાવ્યું, “સેઝી સ્પેશિયલ સિઝલર અને પનીર શાશલિક સિઝલર બન્ને સિઝલર્સ અમદાવાદીઓમાં પ્રિય છે. અમારા મેનુમાં 30થી વધારે સિઝલર્સ સ્થાન ધરાવે છે, જે તમામ પોતાની રીતે એક વિશેષ સ્વાદથી સિઝલર્સ પ્રેમીઓની માંગને સંતોષે છે. સેઝી સિઝલર્સ માટે સિઝલર્સ આઇકોનિક ફૂડ હોવાથી દરેક સિઝલર્સ પોતાની પ્રકારની અનોખી વેરાયટી ધરાવે છે. સેઝી સિઝલરના ડાઇન-ઇન મેનુમાં સૂપ્સ, ક્વિક બાઇટ્સ અને સ્ટાટર્સ, સલાડ સહિત સિઝલર્સની વિવિધતા જોવા મળે છે. આ ઉપરાંત, સેન્ડવિચ, પિત્ઝા, પાસ્તા, વેજ કોમ્બો અને ડેઝર્ટ પણ સ્વાદ પ્રેમીઓમાં લોકપ્રિય છે. આ ઉપરાંત તે કસ્ટમર પિક-અપ અને નિશ્ચિત કિલોમીટરમાં ડિલવરીની સુવિધા પણ પુરી પાડે છે.”
સેઝી સિઝલર્સ પોતાની દ્રિતીય એનીવર્સરીની ઉજવણીમાં શહેરીજનોને શામેલ કરી તેમને સિઝલર્સના રિયલ સ્વાદને માણવા માટે કારણ પુરૂ પાડી રહી છે. જેમાં તે સિઝલરના બીજા ઓર્ડર પર 50 ટકાની છૂટ આપી રહી છે.
#bharatmirror #bharatmirror21 #news #sazzysizzlers #ahmedabad