કવિ કે સર્જકને એક શ્રોતા કે ભાવુક તરીકે સાંભળીએ તો પ્રથમ દ્રષ્ટિએ તો તેની પીડા રજૂ કરે છેઃ મોરારિબાપુ
અશ્વિન લીંબાચિયા
સપ્ટેમ્બર 20, 2022, અમદાવાદ, મુંબઈ
હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા મુંબઈમાં ચોપાટી ખાતેના ભારતીય વિદ્યાભવન સ્થિત ગીતા મંદિર હોલમાં હરીન્દ્ર દવે સ્મૃતિ એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં પૂ.મોરારિબાપુના હસ્તે કલા કક્ષા ક્ષેત્રે મનહર ઉધાસ, પત્રકારત્વ ક્ષેત્રે કેતન મિસ્ત્રી અને સાહિત્ય ક્ષેત્રે નીતિન વડગામાને હરીન્દ્ર દવે સમૃતિ પારિતોષિક આપવામા આવ્યા હતા.
આ પ્રસંગે પૂ.મોરારિબાપુએ પોતાના વકત્વયમાં જણાવ્યું કે કવિને એક પ્રથમ દ્રષ્ટિએ એક ભાવુક કે શ્રોતા તરીકે જોઈએ તો એવુ લાગે કે કવિ તેની પીડા રજૂ કરે છે. કવિ કે લેખકના સર્જન જ્યારે પણ અખબારોમા છપાય છે ત્યારે કંઈક સમ્માનિય પ્રોત્સાહન મળતા હોય છે પરંતુ જ્યારે સર્જકના શબ્દોને સરસ રીતે સંગીત કે તાલબદ્ધ કરવામા આવે અને અવાજમાં પીરસવામા આવે ત્યારે ચાર્જ પુછવામા નથી આવતો અને ત્યારે જે પીડા લાગે છે કે મારા અલ્ફાઝ સસ્તા થયા.
મને એમ લાગે છે કે અને હું જે જાણી શક્યો છું કે કવિ કહે એમ છે કે સસ્તા થયા અમારા શબ્દો એટલે કે એમ કહેવા માંગે છે એનું કોઈ મૂલ્ય જ નથી. શબ્દોએ માત્ર વ્યાકરણથી જોડાયેલા નથી પરંતુ શબ્દોને કવિ કે સર્જક આધ્યાત્મ સાથે જોડતા અને બ્રહ્મ સાથે આ એક સાધના છે, મોટો શબ્દ યજ્ઞ છે. સ્વગીર્ય કવિ હરિન્દ્ર દવે વિશે તેઓએ કહ્યું કે તેઓ સાથે ઘનિષ્ઠ પરિચય રહ્યો અને મારી પ્રસન્નાતું કારણ એ છે કે તેઓ ઓછા બોલા, સંકોચ એમનો સ્થાયીભાવ. મોરારિબાપુએ વધુમા પોતાના વિચારો રજૂ કરતા કહ્યુ કે અસ્ત ન થાય ત્યાં સુધી વ્યસ્ત રહેવુ અને મસ્ત રહેવુ.
આ પ્રસંગે ગાયક મનહર ઉધાસ, પત્રકાર કેતન મિસ્ત્રી અને સાહિત્યકાર નીતિન વડગામાએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું.આ કાર્યક્રમમાં ટ્રસ્ટના ચેરમેન નવીનભાઈ દવે તેમજ અન્ય ટ્રસ્ટીઓમાં રોહિત પટેલ, કુન્દન વ્યાસ, રમેશ પુરોહિત, હિતેન આનંદપરા, ગોપાલ દવે, સ્નેહલ મુઝુમદાર અને મુકેશ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સ્નેહલ મુઝુમદારે કર્યુ હતુ અને કાર્યક્રમમાં વિશેષ પ્રસ્તુતિ રૂપે ગીતપાઠ રાઘવ દવે કર્યુ હતું.
#bharatmirror #bharatmirror21 #news #harindradavememorialaward #moraribapu #ahmedabad