નસીમ શેખ, ડભોઇ
13 સપ્ટેમ્બર 2022:
મફત ની રેવડી ની લોભામણી જાહેરાત કરી ડભોઇ નગર માં 1000 રૂપિયા માં કૂપનો વહેંચી ડભોઈ ફરતિકુઈ સ્થિત હોટલ દર્શન દ્વારા ગ્રાહકો સાથે છેતરપીંડી કરી હોવાની લોક બુમો ઉઠવા પામી છે.
ડભોઇ નગર માં છેલ્લા કેટલાક દિવસો થી હોટલ દર્શન દ્વારા શરૂ કરવામાં આવેલ કુપન ની સ્કીમ અંતર્ગત અવાર નવાર હોટલ પર જતાં ગ્રાહકો ને કડવો અનુભવ થઈ રહ્યો છે તેમજ કુપન લઈ જનાર ગ્રાહકો સાથે હોટેલ સ્ટાફ દ્વારા ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરવામાં આવે છે. ઉપરાંત પોતાના નિયમો નો હવાલો આપી કૂપનો નહીં ચલાવી ગ્રાહકો સાથે છેતરપીંડી કરી રહી હોવાની ગ્રાહકો દ્વારા બુમો ઉઠવા પામી છે.
ગ્રાહકો પરિવાર સાથે જમવા ગયા હોવાથી રક જક કરવાનું ટાળતા હોય છે જેને પરિણામે હોટલ સ્ટાફ ની લુખ્ખાગીરી વધી રહી હોવાનું માલુમ પડ્યું છે.ઉપરાંત કુપન ધારક ને પાર્શલ માં આપવામાં આવતી સબ્જી ની ગુણવત્તા હલકી કક્ષા ની તેમજ ક્વોન્ટીટી ઓછી આપવામાં આવતી હોવાનું છેતરાયેલા ગ્રાહકો દ્વારા જણાવવા મા આવ્યું છે.
બે વર્ષ પહેલાં ગેરકાયદેસર રીતે હોટેલ સ્ટાફ તેમજ નજીક ના ગામના માણસો ને ખાડકુવો સાફ કરાવતા 7 જેટલા નિર્દોશો નો ભોગ લેનાર હોટલ દર્શન ની હજુ આંખ ઉઘડી નથી તેમ લાગી રહ્યું છે. ડભોઇ તાલુકા ના કુપન ધારકો સાથે થયેલા કડવા અનુભવ ને લઇ કુપન લેનાર બહોળા વર્ગ દ્વારા આગામી દિવસો માં હોટલ વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા માં ફરિયાદ કરવામાં આવશે ની લોક ચર્ચા એ જોર પકડ્યું છે.તેમજ લોભામણી લાલચ આપી કૂપનો નો વેપલો કરનાર હોટેલ દર્શન ના માલિક વિરુદ્ધ છેતરાયેલા ગ્રાહકો દ્વારા કાયદાકીય પગલાં લેવા લોકમાંગ ઉઠવા પામી છે.
#bharatmirror #bharatmirror21 #news #darahanhotel #dabhoi #ahmedabad