“ રેલ્વે પ્રોજેક્ટની સાઇટ ઉપરથી લોખંડની પ્લેટો ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કુલ 6 આરોપીને ઝડપી પાડતી અસલાલી પોલીસ
અશ્વિન લીંબાચિયા
સપ્ટેમ્બર 04, 2022, અમદાવાદ
પોલીસ મહાનિરિક્ષક શ્રી વી.ચંદ્રશેખર સાહેબ અમદાવાદ વિભાગ તથા પોલીસ અધિક્ષકશ્રી અમિત વસાવા સાહેબ અમદાવાદ ગ્રામ્ય તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભાસ્કર વ્યાસ સાહેબ સાણંદ વિભાગ નાઓએ જીલ્લામાં મિલક્ત સબંધી ગુન્હા બનતા અટકાવવા તેમજ બનેલ ગુન્હાઓને વહેલી તકે શોધી કાઢવા સુચનાઓ આપેલ હોય જે અનુસંધાને નિષ્ઠાપુર્વક પ્રયત્નશીલ હતા તે દરમ્યાન અસલાલી પો.સ્ટે એ.ગુ.ર.નં-૪૦૬/૨૨ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ જે કામે રેલ્વે લાઇન બનાવવામાં ઉપયોગ માં લેવાતી લોખંડની પ્લેટો કોઇ ચોર ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય જે ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ અલગ અલગ ટીમો બનાવી ગુન્હો શોધી કાઢવા તજવીજ હાથ ધરવામાં આવેલ હતી.
જે ગુન્હાના કામે (૧) દશરથભાઇ રાવજીભાઇ ઠાકોર ઉ.વ ૨૦ રહે,જુનુ નવાપુરા તા.દસ્ક્રોઇ જી.અમદાવાદ (૨) વીશાલભાઇ પુનમભાઇ ઠાકોર ઉ.વ ૧૯ રહે, વઢાવાસ મહીજડાગામ તા.દસ્ક્રોઇ જી.અમદાવાદ (૩) કમલેશભાઇ દીનેશભાઇ ઠાકોર ઉ.વ ૨૧ રહે,ગુરુકૃપા સોસાયટી બારેજા તા.દસ્ક્રોઇ જી.અમદાવાદ (૪) જયેશભાઇ દશરથભાઇ ઠાકોર ઉ.વ ૧૯ રહે,ઠાકોરવાસ ટીમ્બાગામ તા.દસ્ક્રોઇ જી.અમદાવાદ (૫) મુકેશકુમાર સ/ઓ હરીરામ નોલારામ જાતે.બેલૈય ઉ.વ.૨૦ ધંધો.ભંગાર વેપાર રહે,વૈષ્ણવી કંપનની સામે નવાપુરા ગામ તા.દસ્ક્રોઇ જિ-અમદાવાદ મુળ રહે, મંડી ગામ તા.રાયપુર જિ-ભીલવાડા રાજસ્થાન (૬) છોટુભાઇ સ/ઓ ભાગુનાથ પન્નાનાથ જાતે.યોગી ઉ.વ.૩૩ ધંધો. ભંગાર વેપાર રહે,મ.ન.૧૫, કીષ્નાકુંજ સોસાયટી મોની હોટલની પાછળ, નારોલ અમદાવાદ મુળ રહે,રાજપુરા ગામ તા.તીલોલી જિ-ભીલવાડા રાજસ્થાન નાઓને ચોરી કરવામાં ઉપયોગ કરેલ એક સી.એન.જી નંબર જી.જે.૦૧.ટી.ઇ.૯૬૭૦ જેની કી.રૂ.૮૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કી.રૂ.૩૦,૦૦૦/- તથા રોકડ રૂ.૪૦,૦૦૦/- તથા લોખંડના ગઠ્ઠા કુલ-૫૫૦ કી.ગ્રા કિ.રૂ.૨૪,૭૫૦/- મળી કુલ રૂ.૧,૭૪,૭૫૦/- ના મુદામાલ કબ્જે કરી છ આરોપી વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
આ કામગીરીમાં અમો પો.ઇન્સ બી.ડી.ઝીલરીયા અસલાલી પો.સ્ટે તથા પો.સબ.ઇન્સ વી.એચ.ઝાલા,અ.હે.કો ચંન્દ્રસિંહ અજીતસિંહ બ.નં.૮૬૪, અ.હે.કો જયદિપસિંહ ભગવતસિંહ બ.નં.૧૨૩૫, અ.હે.કોન્સ શ્રવણસિંહ ખેતસિંહ બ.ન.૭૪૫, ,અ.પો.કો હરપાલસિંહ આનંદસિંહ બ.નં.૧૩૪૮,અ.પો.કો હરદીપસિંહ સરદારસિંહ બ.નં.૭૮૦ તથા અ.પો.કો દિવ્યરાજસિંહ કનકસિંહ બ.ન.૧૩૬૫ નાઓ સામેલ હતા. તા.૦૩/૦૯/૨૦૨૨