દર્દી, કેન્સર સર્જન અને મુખની આરોગ્ય કાળજી પૂરી પાડનારાઓની વચ્ચેની ખાલી જગ્યા પૂરવાનું છે
વિશ્વભરની શ્રેષ્ઠ કેન્સર સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓના પ્રતિષ્ઠિત મહાનુભાવો દ્વારા સંબોધવામાં આવશે
મુખના કેન્સરને રોકવા તથા સારવાર અંગે ચર્ચા કરવા માટે પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. તેનો હેતુ, હેલ્થકેર ઉદ્યોગ અને સામાન્ય લોકોની જાગૃતિ, નિયમિત તપાસ અને વહેલા નિદાનના મહત્વ અંગે સંવેદનશીલ બનવાનું છે
નીતા લીંબાચિયા
સપ્ટેમ્બર 04, 2022, અમદાવાદ
ધ એશિયન હેડ અને નેક કેન્સર ફાઉન્ડેશન દ્વારા ડેન્ટલ ઓન્કોલોજી અને સંશોધન પર 1લી આંતરરાષ્ટ્રિય કોંગ્રેસ યોજવામાં આવશે, જેમાં વિશ્વના જાણિતા ડોક્ટર્સ, સંશોધકો અને મેડિકલ પ્રોફેશનલ્સ એક જ છત હેઠળ એકઠા થશે. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ મુખના હેલ્થકેર પૂરા પાડનારાઓ તથા પ્રોફેશનલ્સની મુખ્ય બાબતોને હાઈલાઈટ કરવાનો છે, જે મોઢાના કેન્સરના નિવારણ અંગેની, વહેલી તપાસ તથા સારવાર અંગે જાગૃતતા ફેલાવશે.
ડો. શક્તિ સિંઘ દેઓરા, ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી કહે છે, “મુખનું કેન્સર સૌથી વધુ ભયાનક છે એટલે જ તેને અસાધ્ય ગણવામાં આવે છે. જો કે, તેનો ડર હોવો જરૂરી છે, કેમકે ભારતમાં થતા દરેક કેન્સરમાં 30 ટકા હિસ્સો ફક્ત મોઢાના કેન્સરનો છે. આ કોન્ફરન્સની સાથે, અમારો હેતુ એવો છે કે, નિયમિત તપાસ, વહેલું નિદાન તથા અસરકારક તપાસ વિશે જાગૃતતા ફેલાવીને અમે મોઢાના કેન્સરની જીવલેણ હોવાની માન્યતાને દૂર કરી શકીએ છીએ.”
ડો. કિરણ પટેલા, પ્રેસીડેન્ટ, મ્યુકોરમાઈકોસીસ રીહાબીલેશન સોસાયટી ઓફ ઈન્ડિયા વહેલા નિદાન ના મહત્વ અને નિયમિત તપાસ અંગે જાગૃતતા વિશે વાત કરતાં જણાવે છે કે, અમે જોઈ રહ્યાં છે કે જે લોકો તમાકુ અને અન્ય કેફી દ્રવ્યોનું સેવન કરે છે તેઓને આ રોગ થવાનું જોખમ વધારે છે અને જ્યારે તેઓ તેમના ડેન્ટીસ્ટની સલાહ લેવા જાય છે ત્યાં સુધી તેઓ ગંભીર પરિસ્થિતિમાં પ્રવેશવાની તૈયારીમાં હોય છે અથવા તો, પ્રવેશી ચુક્યા હોય છે માટે સામાન્ય માણસે દાંતની નિયમિત તપાસની ટેવ કેળવવી ખુબ જ મહત્વની અને જરૂરી બની રહે છે. જે તેમને અણધારી મુશ્કેલીથી બચાવી શકે છે અને તેમને સુખી જીવન જીવવમાં મદદ કરે છે.
મુખના કેન્સરના 70 ટકાથી વધુ કેસ શરૂઆતના તબક્કામાં સામે આવી જાય છે પણ, તપાસમાં ઢીલ કરવાની સાથોસાથ શરૂઆતના લક્ષણોને અવગણીને તેને શંકાસ્પદ ન ગણતા તે ભયંકર રોગમાંનો એક બની જાય છે. સામાન્ય પ્રજામાં જાગૃતતાનો અભાવ, પ્રારંભિક તપાસ માટે હેલ્થકેર પ્રોફેશનલ્સની અપૂરતી સંખ્યા, હેલ્થકેરની યોગ્ય સુવિધાનો અભાવ, અપૂર્તા સારવાર કેન્દ્રો તથા સામાજિક કલંકના લીધે તેના નિદાનમાં મોડું થાય છે.
ડો. નતાશા લાલવાણી, ઓર્ગેનાઇઝિંગ કો- સેક્રેટરીની દ્રષ્ટિએ, “આ અલગ જ પ્રકારની કોન્ફરન્સ છે, જે ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહી છે, અમે મેમોરિયલ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટર, ન્યુયોર્ક (યુએસએ)ના જાણિતા આંતરરાષ્ટ્રિય વક્તાઓ અને અગ્રણી હેલ્થકેર વ્યવસાયિકોને પણ લાવ્યા છીએ. તેમની સાથે આ ક્ષેત્રનું તેમનું અમૂલ્ય જ્ઞાન અને અનુભવની વહેંચણીની સાથે અમારો હેતુ કેન્સર સર્જન, મોઢાના આરોગ્ય પૂરું પાડનારા તથા દર્દીઓની વચ્ચેની ખાલી જગ્યા પૂરવાનો છે, જેથી મોઢાના કેન્સરની વિલંબિત તપાસ અને શરૂઆતના નબળા તબક્કાને સંબોધિત કરશે.”
ડેન્ટલ ઓન્કોલોજીએ દંત ચિકિત્સામાં એક ઉભરતો ટ્રેન્ડ છે, કિમોથેરપી, રેડિયેશન થેરપી અને કે માથા કે ગરદનની સશ્ત્રક્રિયાની સાથે દાંત અને મોઢાની અભિવ્યક્તિ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
આ ઇવેન્ટમાં મોઢાના કેન્સરના દર્દીઓનું યોગ્ય સમયનું સ્ક્રીનિંગ, નિવારણ, શરૂઆતની તપાસ, સારવાર તથા પુનઃવર્સનમાં દંત વ્યવસાયિકો તથા મુખનું આરોગ્ય પૂરા પાડનારાઓની ભૂમિકા પર મુખ્યત્વે ભાર મુકવામા અને તેને હાઈલાઈટ કરવામાં આવ્યો છે, જેથી તેઓ યોગ્ય સમયે તથા મોઢાની અભિવ્યક્તિઓ તથા કેન્સરની ગૂંચવણો સામે લડવામાં વધુ સમર્થ બની શકે છે.
આ ઇન્ટરનેશનલકોંગ્રેસ ઓન ડેન્ટલ ઓન્કોલોજી અને રિસર્ચએ હેલ્થકેરએ મોઢાના કેન્સરના વધતા જતા જોખમની સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવશે. કેન્સરના દર્દીઓના નિવારણ, સચોટ તપાસ, સારવાર અને પુનઃવર્સનમાં તેના યોગદાન વિશે આરોગ્ય સંભાળ વ્યવસાયિકોના મહત્વ વિશે જાહેર જનતામાં જાગૃતિ વધારવા અને ફરીથી ભાર આપવા માટેનું એક ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ છે. કેન્સરની કાળજી તરફની સામાજિક જવાબદારી અને વ્યવસ્થાપન પ્રત્યેનો સંયુક્ત અભિગમ દર્દીઓ તેમજ તબીબી વ્યવસાયો પરના વા એકંદર બોજને ભારે ઘટાડી શકે છે. વધુમાં, તે વધુ સારી ટ્રીટમેન્ટના પરિણામો, કેન્સરના દર્દીઓ માટે યોગ્ય પુનઃવર્સન તથા તેમના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. #bharatmirror #bharatmirror21 #news #asianheadandneckcancerfoundation #ahmedabad