નીતા લીંબાચીયા, અમદાવાદ
16 ઓગસ્ટ 2022
મુખ્ય મહેમાન પદ્મશ્રી ર્ડો સુધીર શાહ (MD .,DM) (ન્યુરોલોજિ) – સિનિયર ન્યુરો ફિઝિશિયન
અને ઇન્સ્ટલેશન ઓફિસર રોટેરીયન અને પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગોવરનર શ્રી મૌલિન ભાઈ પટેલના હાજરીમાં
રોટેરીયન પિંકી સાધુ ને પ્રેસિડન્ટ અને રોટેરીયન લીના ગાંધીને સેક્રેટરીના પદે નિમણુંક કરવામાં આવ્યું
રોટેરી ક્લબ ઓફ અસ્મિતા અમદાવાદ દ્વારા આજે વર્ષ ૨૦૨૨ – ૨૩ માટે પોતાનું નવા પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને કાર્યકારી ટીમનું નિમણુંક કરવામાં આવ્યું. કાર્યક્રમના મુખ્ય મહેમાન પદ્મશ્રી ર્ડો સુધીર શાહ (MD., DM)(ન્યુરોલોજિ) – સિનિયર ન્યુરો ફિઝિશિયન અને ઇન્સ્ટલેશન ઓફિસર રોટેરીયન અને પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગોવરનર શ્રી મૌલિન ભાઈ પટેલના હાજરીમાં રોટેરીયન પિંકી સાધુ ને પ્રેસિડન્ટ અને રોટેરીયન લીના ગાંધીને સેક્રેટરીના પદે નિમણુંક કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ગત વર્ષના પ્રેસિડેન્ટ રોટેરીયન રાખી ખંડેલવાલ અને સેક્રેટરી રોટેરીયન દિવ્યા ગુપ્તા એ નવા ટીમનું સ્વાગત કર્યું અને એમને અભિનંદન પાઠવ્યા હતા.
પોતાના વક્તવ્યમાં રોટેરીયન પિંકી સાધુએ આઝાદીના અમૃત મહોત્સવ અભિયાન હેઠણ સૌ મહેમાનોને શુભેચ્છાઓ પાઠવ્યા અને બધ્ધા વડીલ અને માનનીય રોટેરીયન સભ્યોના આભાર અને આશીર્વાદ લઇ રોટરી ક્લબ ઓફ અસ્મિતા – અમદાવાદના નવા પ્રેસિડેન્ટની રીતે પદ ગ્રહણ કર્યા. એમને આગામી સમય માટે સમુદાય વિકાસના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી આ ક્લબ જે ૭ પ્રમુખ ક્ષેત્રમાં કાર્ય કરશે એની સ્પષ્ટતા કર્યું
- શાંતિ ને પ્રોત્સાહન
- રોગો સામે લડવું
- સ્વચ્છ પાણી અને સમાજમાં સ્વચ્છતા માટે અભિયાન
- માતાઓ અને બાળકોને ને બચાવા માટે સામાજિક કાર્યો
- શિક્ષણ ક્ષેત્રે અભિયાન
- આત્મનિર્ભર ભારત અભિયાન અને સ્થાનિક અર્થતંત્રોનું રક્ષણ
- પર્યાવરણનું રક્ષણ
રોટેરીયન પિંકી સાધુ એ વધુમાં જણાવ્યું હતું કે, “અમારી ક્લબ એક વુમન’સ ક્લબ છે અને એટલે અમે વુમન એમપાવરમેન્ટ માટે શિક્ષા અને સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું. અમારું મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે આયોજિત પ્રોજેક્ટ હેપ્પી સ્કૂલ પણ અંતિમ ચરણમાં છે. હું મારા ક્લબનું સેક્રેટરી રોટેરીયન લીના ગાંધી અને દરેક બોર્ડ મેમ્બર્સને અભિનંદન પાઠવું છું અને રાખું છું કે સાથે મળીને અમે સમાજ માટે સારું કામ કરીશું અને અસ્મિતા ક્લબનું ગરિમાનું સમ્માન કરીશું.”
કાર્યક્રમમાં હાજર ૧૦૦ થી વધુ ઉત્સાહી રોટેરીયન સભ્યોએ વંદે માતરમ ગીત પર રાષ્ટ્રીય ઘ્વજ ને હાથ માં લઇ ભારત દેશના 76th આઝાદી મહોત્સવનું ઉજવણી પણ કર્યું.
#bharatmirror #bharatmirror21 #news #rotaryclubofasmita #ahmedabad