નીતા લીંબાચીયા, અમદાવાદ
16 ઓગસ્ટ 2022:
હાલ બધાજ લોકો ૭૫ મા સ્વતંત્રતા દિવસ આઝાદી ના અમૃત મહોત્તસ્વ ને ઉજવી રહ્યુ છે તેવા માં રામોલ વિસ્તાર ના જનતાનગર ઈસ્માઈલી ખોજા સમાજ ના અગ્રણીઓ દ્રારા ધ્વજ વંદન કરી ઉજવણી કરવામાં આવી.
અને વિસ્તાર માં ધ્વજ નુ વિતરણ કરી, તિરંગા યાત્રા યોજી હતી જેમાં અન્ય સમાજ ના લોકો પણ સાથે જોડાઈ એકતા નું ઉદાહરણ આપ્યુ હતું.
ઈસ્માઈલી ખોજા સમાજ જનતાનગર ના અગ્રણી એ એવો સંદેશ પણ આપ્યો હતો કે ધ્વજ લ્હેરાવાની સાથે સન્માન જાણવવું જરૂરી છે. તિરંગા યાત્રા દરમ્યાન વિસ્તાર માં રહેતા લોકો ને મીઠુ મોઢું કરાવી ને આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી માં સહભાગી થવા નું જણાવ્યું હતું. આ ઉજવણી માં ભાજપ ના અગ્રણી એ પધારી સમાજ નો ઉત્સાહ વધાર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #ramol #ismailikhojasociety #ahmedabad