અશ્વિન લીંબાચીયા, ગાંધીનગર.
05 ઓગસ્ટ 2022
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી રુષિકેશભાઇ પટેલે આજે ગાંધીનગરમાં હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે પશ્ચિમ ભારતના સૌથી મોટા ફાર્માટેક એક્સપો 2022 અને લેબ ટેક એક્સપો 2022નું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે માનનીય મંત્રીશ્રીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, દવાઓના ઉત્પાદનની ગુણવત્તા અને વિશ્વસનીયતાને પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં દવા ઉત્પાદન કરતાં એકમોમાં મોખરે છે.

આ કાર્યક્રમનું આયોજન PharamTechnologyIndex.com Pvt. Ltd દ્વારા કરવામાં આવ્યું છે અને ડ્રગ માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન (ડીએમએમએ) એક્સપોના ઇવેન્ટ પાર્ટનર છે. ડીએમએમએના પ્રેસિડેન્ટ અમિત ઠક્કરે જણાવ્યું હતું કે, ભારતના ફાર્મા ઉત્પાદનોમાં ગુજરાતનો એક તૃતયાંશ હિસ્સો છે તથા એમએસએમઇ તેમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી રહી છે. આ એમએસએમઇની વૃદ્ધિ માટે ડીએમએમએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

PharamTechnologyIndex.com Pvt. Ltd ના ચેરમેન રમેશ શાહે જણાવ્યું હતું કે, ગાંધીજી અને સરદાર પટેલની ભૂમિ ઉપર ફાર્માટેક એક્સપો યોજાઇ રહ્યો છે, જે ફાર્મા ઉદ્યોગની મજબૂતાઇ પ્રદર્શિત કરે છે. ભારતીય ફાર્મા ઉદ્યોગ ઉચ્ચ ગુણવત્તા અને નીચા ખર્ચ ધરાવતા ફાર્મા સોલ્યુશન્સ તરફ નજર દોડાઇ રહ્યો છે ત્યારે આ એક્સપો ફાર્માસ્યુટિકલ સેક્ટરના પ્રત્યેક પ્રોફેશ્નલને જરૂરી સોલ્યુશન્સ પ્રદાન કરશે. આ એક્ઝિબિશન 15000થી વધુ ચોરસ મીટર વિસ્તારમાં યોજાઇ રહ્યું છે, જેમાં 300થી વધુ એક્ઝિબિટર્સ ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સના ઉત્પાદન માટેની મશીનરી અને ઇક્વિપમેન્ટ પ્રદર્શિત કરી રહ્યાં છે. દેશભરમાંથી આશરે 10,000થી વધુ મુલાકાતી કાર્યક્રમમાં સામેલ થવાની અપેક્ષા છે. ઇન્ડો-આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (આઇએસીસીઆઇ) દ્વારા આજે આફ્રિકાઃ અ કોન્ટિનેન્ટ ઓફ અપોર્ચ્યુનિટી ફોર ફાર્મા એન્ડ હેલ્થકેર વિષય ઉપર એક સેમિનાર પણ યોજાયો હતો. તેમાં રિપબ્લિક ઓફ નામિબિયાના હાઇ કમીશન ગેબ્રિયલ પી. સિનિમ્બોએ સેમિનારને સંબોધન કર્યું હતું. આ સાથે રિવર્સ બાયર-સેલર મીટ પણ યોજાશે, જેમાં નાઇજિરિયા, ઘાના, મોઝામ્બિક, સેનેગલ અને નામિબિયા સહિતના આફ્રિકન દેશોએ ભાગ લેશે.
ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (ગુજરાત રાજ્ય), ઇન્ડો આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (આઇએસીસીઆઇ), કાઉન્સિલ ઓફ ઇયુ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન ઇન્ડિયા (મુંબઇ), નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (એનએસઆઇસી), ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (એફઆઇઇઓ), માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ – એમએસએમઇ (ભારત સરકાર), ગુજરાત કોસ્મેટિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન અને બીજા ઔદ્યોગિક સમૂહોએ કાર્યક્રમને સમર્થન આપ્યું છે.
આ ઇવેન્ટ 5થી7 ઓગસ્ટ દરમિયાન યોજાશે. એક્સપોનો સમય સવારે 10થી સાંજે 6 સુધીનો છે.
#bharatmirror #bharatmirror21 #news #pharmatechexpo2022 #ahmedabad
[4:15 pm, 05/08/2022] Poojan Studio: દીપડાએ સિંહણને હંફાવી… #bharatmirror #bharatmirror21 #news #ahmedabad
