• ભારતના નાના શહેરો અને નગરોના પેટીએમના મર્ચન્ટ પાર્ટનર ઓછામાં ઓછા દસ્તાવેજોથી તેમની મૂડીના જરૂરિયાત હલ કરી શકશે અને સુગમતાથી ડિજીટલ પધ્ધતિથી અરજી કરી શકશે
• 6 માસથી માંડીને 24 માસ સુધીના રૂ.10 લાખ સુધીના ધિરાણોની ઓફર
• એમએસએમઈ સમુદાય દ્વારા પેટીએમના પ્લેટફોર્મના અને પિરામલ ફાયનાન્સની ધિરાણ પ્રોડક્ટસના વ્યાપક ઉપયોગને ધ્યાનમાં લઈ કરાયેલી વ્યવસ્થા
• દેશના ખૂણે ખૂણે અને દૂર દૂરના વિસ્તારોમાં પિરામલ ફાયનાન્સની વ્યાપક પહોંચનો ઉપયોગ થઈ શકશે.
નીતા લીંબાચીયા, અમદાવાદ
11 ઓગસ્ટ 2022:
ભારતની અગ્રણી ડિજીટલ પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની અને ક્યુઆર તથા મોબાઈલ પેમેન્ટસ ક્ષેત્રે પાયોનિર બ્રાન્ડ પેટીએમની માલિકી ધરાવે છે તે વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડે આજે પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડ સાથે સહયોગની જાહેરાત કરી છે. આ કંપનીનો હવે પછી પિરામલ ફાયનાન્સ તરીકે ઉલ્લેખ કરવામાં આવશે અને તે ભારતના નાના શહેરો અને નગરોમાં વેપારી ધિરાણોનું વિસ્તરણ કરશે. પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડ એ પિરામલ એન્ટર પ્રાઈઝીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે અને ભારતમાં ફાયનાન્સિયલ સર્વિસીસ કંપનીની સ્થાપના કરી છે. આ સહયોગથી ભારતમાં પિરામલ ફાયનાન્સની 300થી વધુ શાખાઓના નેટવર્ક મારફતે પેટીએમના ધિરાણ બિઝનેસનું વિસ્તરણ થશે અને નાના બિઝનેસ તથા રિટેઈલર્સને ધિરાણ ઉપલબ્ધ થતાં નાણાંકિય સમાવેશિતામાં સહાય થશે.
પેટીએમે દેશના મોટા અને નાના શહેરોમાં મોટી સંખ્યામાં વેપારીઓ હસ્તગત કર્યા છે. આ વ્યાપક પાયો પિરામલ ફાયનાન્સને નાના બિઝનેસના માલિકોને ડેટા આધારિત અંડરરાઈટીંગની સાથે સાથે બિઝનેસની આવક ઉપર ધિરાણ પૂરૂં પાડવામાં લાભ અને આસાની થશે. આ ભાગીદારીથી વ્યક્તિગત ધિરાણો પૂરાં પાડી શકાશે, કારણ કે પિરામલ ફાયનાન્સ ગ્રાહક ક્ષેત્રે જોખમ અંગે સમજ ધરાવે છે.
પેટીએમનો ધિરાણ બિઝનેસ વ્યાપક ધોરણે અપનાવાઈ રહ્યો છે અને આ પાર્ટનરશીપથી પેટીએમના પ્લેટફોર્મ ઉપર મર્ચન્ટ પાર્ટનર્સને ધિરાણ ઉપલબ્ધ થશે અને તેનાથી વિપુલ પ્રમાણમાં ધિરાણો પ્રાપ્ત થશે અને વેપારીઓના બિઝનેસની ધિરાણ જરૂરિયાત પૂર્ણ થશે. મર્ચન્ટ પાર્ટનર્સ 6 થી 24 માસના ગાળા માટે રૂ.10 લાખ સુધીનું ધિરાણ પ્રાપ્ત કરી શકશે. ધિરાણમાં સુગમતા માટે પેટીએમ ઓછામાં ઓછા દસ્તાવેજથી ડિજીટલ ઓનબોર્ડીંગની સંપૂર્ણ પ્રક્રિયા શક્ય બનાવશે.
309 સક્રિય શાખાઓ ધરાવતી પિરામલ ફાયનાન્સ નજીકના ભવિષ્યમાં 1,000 શહેરો અને નગરોમાં પોતાની હાજરી મારફતે પોતાના વિસ્તરણ આયોજન માટે મૂડીરોકાણ કરી રહી છે. પિરામલ ફાયનાન્સે નવા યુગના ઈનોવેટિવ મલ્ટી પ્રોડક્ટસ રિટેઈલ ધિરાણ બિઝનેસનું નિર્માણ કર્યું છે અને તેના મારફતે તે ફિઝીટલ વ્યૂહરચના અપનાવીને કંપની ભારતમાં વ્યાપકપણે વિસ્તરણ કરવા માંગે છે. કંપની આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ટુલ્સનો ઉપયોગ કરી વ્યક્તિઓ અને વિવિધ બિઝનેસને પર્સનાલાઈઝ્ડ અનુભવ પૂરો પાડી રહી છે અને તેના મારફતે જે ગ્રાહકો સુધી પહોંચી શકાયું નથી તેવા સમુદાયના પરિવર્તનમાં ધિરાણ મારફતે સહાય કરી રહી છે.
પેટીએમના પ્લેટફોર્મ ઉપર વેપારી ધિરાણોના વ્યાપક સ્વિકાર અને ઉંચુ વોલ્યુમ ધરાવતા ધિરાણોનું પુનરાવર્તન થઈ રહ્યું છે. જે વેપારીઓ અગાઉ લોન લઈ ચૂક્યા છે તેમાંથી ધિરાણોના 50 ટકા મૂલ્ય જેટલું અગાઉ પુનરાવર્તન થયું છે તે બાબત દર્શાવે છે કે વેપારીઓ પેટીએમના પ્લેટફોર્મને વળગી રહ્યા છે. વધુમાં કંપનીને ધિરાણોના સરેરાશ કદમાં વધારો થતો જોવા મળ્યો છે.
પેટીએમના ધિરાણ વિભાગના સીઈઓ અને પેમેન્ટસ વિભાગના હેડ- શ્રી ભાવેશ ગુપ્તા જણાવે છે કે “અમે અમારી તમામ ધિરાણ પ્રોડક્ટસમાં વ્યાપક વૃધ્ધિ થતી જોઈ રહ્યા છીએ અને તેનાથી ડિજીટલ ધિરાણ ઉપલબ્ધ થતાં નાના શહેરો અને નગરોના એમએસએમઈ ક્ષેત્રનું સશક્તિરણ થઈ રહ્યું છે. અમારી ધિરાણ પ્રોડક્ટસની સફળતા અને વ્યાપને કારણે અમને આ બિઝનેસનો વ્યાપ વિસ્તારીને વધુ ધિરાણ ઓફર કરવાનો આત્મવિશ્વાસ ઉભો થયો છે અને સાથે મળીને અમે વધુ વેપારીઓને ઔપચારિક ધિરાણના અર્થતંત્રમાં લાવીશું.”
પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડના ડિરેક્ટર શ્રી જયરામ શ્રીધરન જણાવે છે કે “અમે કોર સેગમેન્ટને સુસંગત એવી વિવિધ પ્રોડક્ટસ મારફતે ભારતના બજારમાં વેપારીઓની ધિરાણ જરૂરિયાતો પૂરી પાડવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ. આમાંના ઘણાં વેપારીઓ પેટીએમના વફાદાર ગ્રાહકો રહ્યા છે. આ ભાગીદારી મારફતે તથા ટેકનોલોજીના મિશન તેમજ બીજા અને ત્રીજા વર્ગના શહેરોમાં ગોઠવેલા શાખાઓના નેટવર્ક મારફતે ધિરાણ પૂરૂં પાડી શકાશે. આ ક્ષમતાને કારણે આ સેગમેન્ટને ધિરાણ આપવામાં તથા સ્થાનિક બજારોમાંથી નાણાં એકત્ર કરવામાં સહાય થશે અને સાથે સાથે આ સમુદાયને પેટીએમની ડિજીટલ પહોંચનો ઉપયોગ કરીને અમે વિપુલ પ્રમાણમાં ધિરાણ પૂરૂં પાડી શકીશું.”
પેટીએમે ભારતના ડિજીટલ ધિરાણ બજારમાં મજબૂત સ્થાન પ્રાપ્ત કર્યું છે. કંપની તેના તમામ ધિરાણ વર્ટિકલ્સ (પેટીએમ પોસ્ટપેઈડ, વ્યક્તિગત ધિરાણો અને વેપારી ધિરાણો) ના માળખાથી અમે ધિરાણ ક્ષેત્રની આ અગ્રણી કંપનીના સહયોગથી વિપુલ પ્રમાણમાં ધિરાણ પૂરૂં પાડી શકીશું. નાણાંકિય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પેટીએમ 8.5 મિલિયન ધિરાણોની ચૂકવણી કરીને મૂલ્યની દ્રષ્ટિએ વાર્ષિક ધોરણે 492 ટકાની ભારે વૃધ્ધિ હાંસલ કરી છે. કંપનીએ રૂ.5,554 કરોડના ધિરાણોની ચૂકવણી કરીને વાર્ષિક ધોરણે 779 ટકાની વૃધ્ધિ નોંધાવી છે.