નીતા લીંબાચીયા, અમદાવાદ
07 ઓગસ્ટ 2022:
સપ્ટેમ્બર 2023માં પૂરાં થતા ત્રિમાસિક ગાળામાં વૃધ્ધિની સંભાવનાઓ જોતાં ભારતની અગ્રણી
ડિજીટલ પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની તથા ક્યુઆર અને મોબાઈલ પેમેન્ટસ ક્ષેત્રની
પાયોનિયર પેટીએમને તેની ભાવિ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ટોચની બ્રોકરેજ કંપનીઓએ
હકારાત્મક પ્રતિભાવ આપવાનું ચાલુ રાખ્યું છે. ગોલ્ડમેન સેશ, જેપી મોર્ગન, સીટી અને દોલત કેપિટલ
ઉપરાંત એક્સેસ કેપિટલ, પેટીએમને સમર્થન આપનારી કંપનીઓમાં જોડાઈ ગઈ છે.
તા.3 ઓગષ્ટ, 2022ના રોજ બહાર પાડેલી બ્રોકરેજ નોટમાં એક્સિસ કેપિટલે જણાવ્યું છે કે તેણે
પેટીએમના શેરને, કંપનીના મજબૂત બિઝનેસ મોડલ તથા મોનેટાઈઝેશનની વ્યૂહરચનાને ધ્યાનમાં
રાખીને ‘બાય’ રેટીંગ જાહેર કરીને રૂ.940ની ટાર્ગેટ કિંમતનો લક્ષ્યાંક આપ્યો છે. આ વ્યૂહરચનાએ
આવકમાં મજબૂત વૃધ્ધિની ગતિશીલતા અને નફાકારકતા તેમજ ઓછો ખર્ચ જાળવી રાખવામાં સહાય
કરી છે.
એક્સિસ કેપિટલની નોંધમાં જણાવવામાં આવ્યું છે કે “પેટીએમનું વ્યાપક વિતરણ નેટવર્ક હસ્તગત
કરવાના મામૂલી વધારાના ખર્ચ સાથે ગ્રાહકો (~76 મિલિયન સક્રિય માસિક યુઝર્સ) અને વેપારીઓ
(~27 મિલિયન) અને પેમેન્ટ તથા કોમર્સ યુઝ કેસમાં વધારો કરતાં રહીને હસ્તગત કરવામાં સહાયક
બની રહ્યું છે. ઘણાં સ્ટાર્ટઅપ્સ પોતાના બિઝનેસના મોડલમાં ફેરફાર કરવાનું હાલમાં વિચારી રહ્યા છે
ત્યારે આ બાબત ખૂબ જ સુસંગત જણાય છે” તેમ એક્સિસ કેપિટલની નોંધમાં જણાવવામાં આવ્યું છે.
તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે “ રેવન્યુ મિક્સમાં ઉંચુ માર્જીન ધરાવતા ફાયનાન્સિયલ સર્વિસ
બિઝનેસમાં EBITA (ESOP પૂર્વે) નફામાં યોગદાન વધી રહ્યું છે ત્યારે વધતા લાભ ઉંચા ખર્ચ
ગુણોત્તર તરફ લઈ જઈ રહ્યા છે અમે બાય રેટીંગ શરૂ કર્યું છે અને ડીસીએફ-આધારિત રૂ.940ની લક્ષિત
કિંમત મૂકી છે.”
નફામાં બહેતર માર્જીન અને ઓછા ખર્ચાઓના કારણે નફાકારકતા સુધરશે
બ્રોકરેજ કંપનીએ ફાયનાન્સિયલ સર્વિસીસમાં ઉંચો માર્જીન ધરાવતી આવકનો હિસ્સો વધતો જોતાં
(નાણાંકિય વર્ષ 2022માં 8.8 ટકા વિરૂધ્ધ નાણાંકિય વર્ષ 2027માં ~20 ટકા) પોતાની નોંધમાં
પેટીએમનો નફામાં અંદાજ નાણાંકિય વર્ષ 2022માં 30 ટકા હતો તે નાણાંકિય વર્ષ 2027માં સુધારીને
47 ટકા મૂક્યો છે. નફાનું યોગદાન સંચાલનમાં થતી આવકમાંથી સીધા ખર્ચ બાદ કરીને નક્કી કરવામાં
આવે છે.
તે જણાવે છે કે “અમે ઉંચા કોન્ટ્રીબ્યુશન માર્જીન અને બિઝનેસ વધારવામાં કાર્યક્ષમતાને આધારે તથા
આડકતરા ખર્ચાઓમાં મધ્ય સ્થિતિ જોઈને એડજેસ્ટેડ એબીટા (ESOP ખર્ચ પૂર્વેનો એબીટા) તથા
Q4FY24E (Q2FY24Eના કંપની ગાઈડન્સ વિરૂધ્ધ) અપેક્ષા રાખીએ છીએ.”
ફાયનાન્સિયલ સર્વિસીસ બિઝનેસ ભારે ગતિથી વૃધ્ધિ પામશે.
એક્સિસ કેપિટલ જણાવે છે કે પેટીએમે છેલ્લા થોડાંક વર્ષોમાં ડિસ્ટ્રીબ્યુટીંગ પાર્ટનર્સની પ્રોડક્ટસ અને
સર્વિસીસ તેના ગ્રાહકો અને વેપારીઓને પૂરી પાડીને ફાયનાન્સિયલ સર્વિસીસ બિઝનેસમાં વધારો કર્યો
છે. તે જણાવે છે કે પેમેન્ટસના ડેટાફ્લો અંગેની સમજને આધારે વિતરણ વ્યૂહરચના ઉપર વ્યાપકપણે
નાણાંકિય સંસ્થાઓ (બેંકો, નોન-બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ) ધિરાણો, ક્રેડિટ કાર્ડઝ અને અન્ય
ફાયનાન્સિયલ પ્રોડક્ટસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકાયું છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે “હાલમાં પોસ્ટપેઈડ ધિરાણોનો વ્યાપ માત્ર ~2 ટકા અને માસિક
યુઝર્સ અને વેપારી ધિરાણો, વેપારીઓની સંખ્યાને ધ્યાનમાં રાખતા ~4 ટકા છે. ધિરાણો માટે આ સ્થિતિ
નોંધપાત્ર વૃધ્ધિની ક્ષમતા દર્શાવે છે. શરૂઆતનો ઓફ્ફટેક પ્રોત્સાહક રહ્યો છે (નાણાંકિય વર્ષ 2022માં
વિતરણ કરાયેલા ધિરાણોના મૂલ્યમાં થયેલી +5.4x ની YoY વૃધ્ધિને ધ્યાનમાં લેતાં). નાણાંકિય વર્ષ
2022થી 2027 સુધીમાં ફાયનાન્સિયલ સર્વિસીસની આવકમાં ~58 ટકા એકંદર સરેરાશ વૃધ્ધિ દરની
અપેક્ષા રાખીએ છીએ.” Non-UPI GMV માં વૃધ્ધિ, ડિવાઈસીસ અપનાવવાનું વલણ અને પેમેન્ટના વેગમાં કાર્યક્ષમતા
બ્રોકરેજ જણાવે છે કે પેટીએમનો સમાવેશ ગ્રાહકો અને વેપારીઓને પેમેન્ટ સર્વિસીસનો ઘનિષ્ટ સમૂહ
પૂરો પાડતા ભારતના સૌથી મોટા પેમેન્ટસ પ્લેટફોર્મ્સમાં થાય છે અને આ કારણે પેમેન્ટ વ્યવસ્થાની
સમગ્ર વેલ્યુચેઈન (ઓનલાઈનની સાથે સાથે ઓફ્ફલાઈન પણ) ને સર્વિસ પૂરી પાડવામાં સહાય થશે
અને ગ્રાહકો સાથે સંકળાવાના પ્રમાણમાં વૃધ્ધિ થશે.
તે જણાવે છે કે “UPI GMV વધતો રહ્યો છે ત્યારે, non-UPI GMV માં ગતિશીલતા જોવા મળી
રહી છે (FY2022-27E ની તુલનામાં +20% CAGR) અને ડિવાઈસીસ (સાઉન્ડબોક્સ POS
મશીન્સ) ની સબસ્ક્રીપ્શન ફી માં પણ ભારે વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં તેના વેપારીઓનો વ્યાપ
આવક વૃધ્ધિ તરફ દોરી જશે. પેમેન્ટ પ્રોસેસીંગ ચાર્જીસમાં ઘટાડો થતાં (વ્યાપ અને કાર્યક્ષમતા આધારિત
લાભ) પેમેન્ટસ બિઝનેસમાં હકારાત્મક નેટ ટેકના દર તરફ દોરી જશે.”
#bharatmirror #bharatmirror21 #news #paytm #ahmedabad