નીતા લીંબાચીયા, અમદાવાદ
07 ઓગસ્ટ 2022:
આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહયો છે ત્યારે આ ઉત્સવો પહેલા ઘર આંગણે જ અમદાવાદીઓને ખરીદીનો મોકો મળે તે હેતુથી પરંપરા રાખી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્ઝિબિશન ડી.કે. પટેલ હોલ, નારણપુરા અમદાવાદ ખાતે 6 ઓગષ્ટ અને 7 ઓગષ્ટ દરમિયાન યોજાયું હતું.
અત્યાર સુધી કોરોનાના બે વર્ષમાં ઉત્સવોનો માહોલ જોવા નહોતો મળ્યો પરંતુ આ વખતે ધામધૂમથી રક્ષાબંધનથી લઈને જન્માષ્ટમી સહીતના વિવિધ તહેવારો લોકો મનાવવા માટે તલપાપડ છે. ત્યારે સ્પેશિયલ અમદાવાદીઓ માટે રક્ષાબંધનના તહેવારોમાં ભાઈ-બહેન માટે નવી ખુશીઓ લઈને આ પ્રદર્શન આવ્યુ હતું. કેમ કે, અવનવી ડિઝાઈનથી ભરપુર રાખડીઓ આ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. એક જ જગ્યાએથી અનેક રાખડીની વેરાયટીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. એકથી એક આકર્ષક ચડીયાતા સ્ટોલ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા. પ્રદર્શનની અંદર ફેશન, જ્વેલરી, મેન્સવેર, હોમ ડેકોર, હાઉસહોલ્ડ, બેકરી, બ્યૂટી, હેલ્થકેર સહીતની અનોખી ચીજવસ્તુઓ જોવા મળી હતી. તેમાં પણ સૌથી વધુ ખાસ રક્ષા બંધનમાં ભાઈને બહેનનો આપવામાં આવતી અનોખી આકર્ષક ગિફ્ટ્સના પણ અહીંથી ભરમાર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
પંરપરા એક્ઝિબિશનના આયોજક શ્રીમતી હેતલ શાહ એ જણાવ્યુ હતું કે, “જે મહિલાઓ લઘુ ઉદ્યોગ ચલાવે છે અને આત્મનિર્ભર બનવા માંગે છે તેવી મહિલાઓને એવું પ્લેટફોર્મ આપવા માંગતા હતા. કેમ કે તેઓ પોતાની કલાનું પ્રદર્શન કરી પરંપરા એક્ઝિબિશન થકી આત્મનિર્ભર બની શકે.
તેમણે વધુમાં કહ્યું કે, આ પ્રદર્શનમાં ભાગ લેનાર દરેક વ્યક્તિને પ્રોત્સાહન પૂરું પાડી શકીએ એ માટે ગુજરાત અંબુજા, મહાવીર મોટર્સ એન્ડ એસેસરીઝ, અર્હમ ટ્રાવેલ્સ, મોજનીસ સહિતના ઘણા લોકોએ અમને સાથ સહકાર આપ્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા લોકલ ફોર વોકલ સ્લોગનને ધ્યાનમાં રાખીને લોકલ વસ્તુઓની ખરીદી કરીએ અને તેમને પ્રોત્સાહન આપીએ.”