નીતા લીંબાચીયા, અમદાવાદ
11 ઓગસ્ટ 2022:
“ખોખરા રેલ્વે ઓવરબ્રિજ” નું કામ મંથર ગતી થી ચાલવાના કારણે નાગરિકોની પડતી હાલાકી અંગે નાગરિકોની વેદના અને પીડાને વાચા આપવા કરવામા આવેલ જન આંદોલન નો કરવામાં આવ્યા હતા. જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન ને ઝડપી કામ કરવાની ફરજ પડી હતી.
મોડે મોડે પણ “ખોખરા રેલ્વે ઓવરબ્રિજ” શરૂ થતા સ્થાનિક લોકોને ની હાલાકી નો અંત આવ્યો. આખરે પ્રજાની લાગણી અને માગણી જીત થઈ છે. પરિણામે બ્રિજ નું લોકાર્પણ કરાતા નાગરિકો નું ભવ્ય વિજય થયો જન આંદોલનના વિજય ને ફટાકાડા ફોડી ઢોલ નગારા સાથે એકબીજાને મીઠાઈ ખવડાવવી મોં મીઠું કરાવતા પ્રજાની જીતનો માહોલ સર્જાયો હતો.
ભવ્ય ઉજવણી કરવામાં આવતા ઉદ્ઘાટન કાર્યક્રમ ઉપસ્થિત મ્યુનિ. કોર્પોરેશન ના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ સતાધારી પક્ષના નેતાઓમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. જનઆંદોલન વિજયોત્સવ કાયૅક્રમ મા પૂવૅ.મ્યુ.કાઉન્સિલર જ્યોર્જ ડાયસ, મ્યુનિસિપલ કાઉન્સિલરો ઈકબાલ શેખ, ઝુલ્ફીખાન પઠાણ, તસ્લીમ આલમ તિરમિઝી, કોંગ્રેસ અગ્રણીઓ અહેસાન શેખ, મમતાબેન તિવારી, શૈલેષ સિંદે, વિશાલ ગુજૅર, પપ્પુભાઈ શેખ,જ્ઞાનપ્રકાશ તિવારી, ઈન્દ્રપુરી વોડૅ પ્રમુખ યશ્રી રાજેન્દ્ર સેંગલ, ખોખરા વોડૅ પ્રમુખ રાજેશ પંજાબી, રમિન્દ્ર બગ્ગા, સંજય સામેત્રિયા, પુષ્પાબેન વાઘેલા, અરવિંદ પટેલ, સંજય મેકવાન, અતિશ પંચોલી વગૈરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.