- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ઘર તિરંગા અભિયાનને બહુ જબરદસ્ત અભૂતપૂર્વ સફળતા, સફલ -૨ ના વેપારીઓ પણ ભારે ઉત્સાહ સાથે અભિયાનમાં જોડાયા
- કાંકરિયા સફલ-2ના વેપારીઓ દ્વારા 75માં સ્વાતંત્ર્યદિન પર્વની અનોખી ઉજવણી કરી સેનાના વીર જવાનો અને શહીદ સપૂતોને લાખ-લાખ સલામી આપતા ધ્વજવંદન કાર્યક્રમમાં પૂર્વ મેયર શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, શહેર ભાજપ કારોબારી સભ્ય અને અમ્યુકો ની રિક્રિએશન એન્ડ હેરિટેજ કલ્ચર કમિટીના પૂર્વ ચેરમેન શ્રી જીગ્નેશભાઈ પટેલ, ન્યુ કલોથ કાપડ માર્કેટ અને મસ્કતી મહાજન માર્કેટના પ્રમુખ શ્રી ગૌરાંગભાઇ ભગત, સફલ-2 વેપારી મંડળના અગ્રણી રમેશભાઇ ગીડવાણી, પ્રિયંક ગીડવાણી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા
અમદાવાદ,તા.15
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની એક જ હાકલ પર આજે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનના સંકલ્પ સાથે અનોખી રીતે સ્વાતંત્ર પર્વની દેશભક્તિ અને રાષ્ટ્રગીતના ગાન વચ્ચે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાંકરિયા સફલ-2ના વેપારીઓ પણ ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા અને 75 માં સ્વાતંત્ર પર્વની બહુ ભવ્યાતી ભવ્ય અને ધમાકેદાર ઉજવણી કરી હતી
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં એકબાજુ સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઇ છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના ઘર ઘર તિરંગા અભિયાનના અનુરોધને સાર્થક અને સાકાર કરવા માટે દેશભરના નાગરિકોની સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં અમદાવાદ સહિત ગુજરાત રાજ્યના રાષ્ટ્રભક્ત નાગરિકો પણ જોડાયા હતા. આજે સમગ્ર ગુજરાતમાં ધ્વજ વંદન સહિતના રાષ્ટ્રભકિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કાંકરિયા સફલ-2ના વેપારીઓ દ્વારા ધ્વજ વંદન, રાષ્ટ્રગાન, શહીદોને સલામી સહિતના કાર્યક્રમો યોજી 75મા સ્વાતંત્ર્ય પર્વની બહુ સુંદર ઉજવણી કરાઇ હતી. સેનાના વીર જવાનો અને શહીદ સપૂતોને લાખ-લાખ સલામી અને દેશને આઝાદી અપાવવામાં પોતાના જીવનનું પણ બલિદાન આપી દેનાર મહાન વિભૂતિઓ પરત્વે ઋણ વ્યકત કરતાં આજના રાષ્ટ્રભકિત – ધ્વજવંદન કાર્યક્રમમાં અમદાવાદ શહેરના ભાજપના નેતા અને અમ્યુકો સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઇ શાહ અને શહેર ભાજપ કારોબારી સભ્ય અને અમ્યુકો ની રિક્રિએશન એન્ડ હેરિટેજ કલ્ચર કમિટીના પૂર્વ ચેરમેન શ્રી જીગ્નેશભાઈ પટેલ, મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને ન્યુ કલોથ માર્કેટના પ્રમુખ શ્રી ગૌરાંગભાઇ ભગત, સફલ-2 વેપારી મંડળના અગ્રણી રમેશભાઇ ગીડવાણી, પ્રિયંક ગીડવાણી, અંશુલ સોમાણી સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આજના પ્રસંગે ભાજપના નેતા અને અમ્યુકો સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઇ શાહ અને શહેર ભાજપ કારોબારી સભ્ય અને અમ્યુકો ની રિક્રિએશન એન્ડ હેરિટેજ કલ્ચર કમિટીના પૂર્વ ચેરમેન શ્રી જીગ્નેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઘર ઘર તિરંગા અભિયાનનું જે હેરાન કરવામાં આવ્યું છે તેને ગુજરાત સહિત દેશભરના નાગરિકોએ સ્વયંભૂ ઉપાડી લઈ તેને જબરદસ્ત રીતે સફળ બનાવી દરેક ઘર ચાલી માહોલનો ઓફિસ કચેરીઓ કોઈપણ જગ્યા કે સ્થળ એવી નથી રહી કે જ્યાં દેશનો રાષ્ટ્રધ્વજ એટલે કે તિરંગો શાન સાથે લહેરાતો ના હોય. વડાપ્રધાન શ્રી ના એક જ અનુરોધ પર હર ઘર તિરંગા અભિયાનમાં સમગ્ર દેશવાસીઓ જોડાઈ ગયા અને સ્વયંભૂ આ એલાનને ઉપાડીને જોરદાર રીતે સફળ બનાવ્યું કે દરેક ઘર પર દરેક ચાલી મોહલનો શેરી પોળ કે ઓફિસ કચેરીઓ અને દુકાનો પર પણ દેશનો રાષ્ટ્રધ્વજ લહેરાતો જોવા મળી રહ્યો છે તે જ તેમના પ્રત્યેના પ્રેમ અને રાષ્ટ્રભક્તિની ભાવનાને પ્રદર્શિત કરે છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સફલ-2ના વેપારીઓ દ્વારા આ સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી થઈ રહી છે, તે પ્રશંસનીય અને સરાહનીય છે. દેશની આઝાદીમાં અનેક મહાન વ્યકિતઓ, વીર જવાનો-સપૂતો, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભાઇ પટેલ, ઝાંસીની રાણી, વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝ સહિતની મહાન વિભૂતીઓને આજે યાદ કરવાનો અને તેમના બલિદાન પરત્વે ઋણ યાદ કરવાનો આજે યાદ કરવાનો દિવસ છે, જેથી આવનારી પેઢી અને આજની આ નવી પેઢીને રાષ્ટ્રભકિત સમજાવવાનો અને તેમને આપણા ઇતિહાસનો વારસાની જાણ થાય અને તે ઐતિહાસિક વારસાને લઇ તેઓ જાગૃત થઇ દેશને વિકાસના ઉચ્ચ શિખરો સુધી પહોંચાડે અને સાચા અર્થમાં મેરા ભારત મહાન બનાવે તેવો પવિત્ર સંકલ્પ આજના દિવસે લઇએ. ભારત દેશની આઝાદી માટે બહુમૂલ્ય સમર્પણ કરનાર તમામ લોકોને યાદ કરીને આજના યુવાનો આઝાદી અમૃત મહોત્સવની સમગ્ર વર્ષ દરમ્યાન આ પ્રકારની ઉજવણી કરી રાષ્ટ્ભકિતની ભાવના લોકોમાં જાગૃત કરે તે જ અભ્યર્થના છે.
ભાજપના નેતા શ્રી ધર્મેન્દ્રભાઇ શાહ અને શહેર ભાજપ કારોબારી સભ્ય અને અમ્યુકો ની રિક્રિએશન એન્ડ હેરિટેજ કલ્ચર કમિટીના પૂર્વ ચેરમેન શ્રી જીગ્નેશભાઈ પટેલે વધુમાં ઉમેર્યું કે, આજે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાનશ્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં દેશની સરહદો અને સીમાઓ સુરક્ષિત બની છે. અને આપણો દેશ વિકાસ અને પ્રગતિના નવા અને ઉચ્ચ શિખરો સર કરી રહ્યો છે. આજે સમગ્ર વિશ્વને ભારતની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વનો પરિચય થઇ રહ્યો છે. વિશ્વકક્ષાએ આજે ભારતના વિકાસ અને તેની શકિતની નોંધ લેવાઇ રહી છે અને તેની સરાહના થઇ રહી છે. આપણે સૌએ પણ રાષ્ટ્રભકિતની ભાવના વિકસાવી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાનશ્રી અમિતભાઇ શાહના નેતૃત્વ દ્વારા ચીંધવામાં આવેલા વિકાસપથ પર સતત આગળ વધતા રહીએ. ખાસ કરીને યુવાનો તેમનામાં રાષ્ટ્રભકિતની ઉત્કૃષ્ટ ભાવના કેળવે અને જીવનમાં તેમના તમામ કાર્યો સમાજ અને રાષ્ટ્ર સેવા તરીકે આલેખી દેશને નવી ઉંચાઇઓ પર લઇ જવાના સપનાને સાકાર કરે તે ખૂબ જરૂરી છે.
દરમ્યાન મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને ન્યુ કલોથ માર્કેટના પ્રમુખ શ્રી ગૌરાંગભાઇ ભગતે જણાવ્યું હતું કે, દેશની આઝાદી મળી અને આજે આપણે સૌ 75 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે ખૂબ જ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છુ. કેન્દ્ર સરકાર અને રાજય સરકાર સમગ્ર વર્ષ દરમ્યાન આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઇ અને સાથે સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઘર ઘર તિરંગા અભિયાનનો જે અનોખો સંકલ્પ દેશવાસીઓને વહેતો કરાયો તેને દેશના નાગરિકોએ સ્વયંભૂ ઉપાડી લઈ જબરદસ્ત સફળ બનાવ્યો છે તે બહુ નોંધનીય અને ગૌરવ પૂર્ણ ઘટના કહી શકાય. હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે ભાગરૂપે આજે સફલ-2માં મહાજનના હોદ્દેદારો અને માર્કેટ સભ્યો ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇને આ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી રહ્યા છે. શહેરના તમામ મહાજનો અને માર્કેટના વેપારીઓ એકત્ર થઇ આ સુંદર ઉજવણીમાં સહભાગી બન્યા છે અને આપણા વીર શહીદ જવાનો અને દેશને આઝાદી અપાવવામાં બહુમૂલ્ય યોગદાન આપનાર મહાન વિભૂતિઓને યાદ કરી તેઓનું ઋણ અદા કરી રહ્યા છે તે રાષ્ટ્રભકિતની ભાવનાને બળવત્તર બનાવશે. આજે આપણા વીર શહીદ જવાનો, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ સહિતની મહાન વિભૂતિઓ અને દેશની આઝાદીમાં પોતાનું યોગદાન આપનાર તમામ લોકોને યાદ કરવાનો સુંદર અને પવિત્ર અવસર છે ત્યારે આપણે સૌ રાષ્ટ્રભકિતની ભાવના સાથે તેઓનું ઋણ અદા કરવાની ભાવના વ્યકત કરીએ.
તેમણે ઉમેર્યું કે, દરેક વેપારી, માર્કેટ, એસોસીએશન, મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને ન્યુ કલોથ માર્કેટ અને મહાજન સાથે જોડાયેલા વેપારીઓ સહિતના તમામ લોકોની એકતા વધારવા અને આ એસોસીએશન અને માર્કેટ સાથે જોડાયેલા કર્મચારીઓ, શ્રમજીવીઓના ઉત્કર્ષ માટેના ઉમદા આશય સાથે આ ઉજવણી કરાઇ રહી છે., તે સરાહનીય વાત છે. મારી તમામ વેપારીઓ, કર્મચારીઓને અપીલ છે કે, તેઓ મહત્તમ સંખ્યામાં મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને ન્યુ કલોથ માર્કેટ સાથે જોડાય અને તેમાં સભ્ય બને કે જેથી તેમના કોઇપણ પ્રકારના પ્રશ્નો કે સમસ્યાનું તાકીદે અમે નિરાકરણ લાવી શકીએ. અમે હરહંમેશ વેપારીઆલમની પડખે જ છીએ.
દરમ્યાન કન્યા ક્રિએશનના પ્રિયંક ગીડવાણી અને રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ વર્ષે ઘર ઘર તિરંગા લહેરાવાનું જે અભિયાન અપાય તેને સમગ્ર દેશવાસીઓએ રાષ્ટ્ર ભક્તિની ભાવના સાથે એક અનોખા ઉત્સાહ અને ભારે ગૌરવ સાથે સફળ બનાવી સાર્થક કર્યું છે. વડાપ્રધાન શ્રી ના ઘર ઘર તિરંગા અભિયાનના અનુરોધ અને પગલે સમગ્ર દેશભરમાં ઘેર ઘેર તિરંગો લહેરાવવાની સાથે સાથે દેશવાસીઓમાં રાષ્ટ્રભક્તિ નો એક અનોખો જુવાળ ચરમ સીમા પર જોવા મળ્યો છે જે બહુ નોંધનીય અને ગૌરવ પૂર્ણ ઘટના કહી શકાય. દેશની રક્ષા કાજે શહીદી વહોરનાર અને આઝાદી અપાવવામાં બલિદાન આપનારા તમામ વીર જવાનો અને સેનાના મહાન સપૂતોને યાદ કરી તેઓને કોટિ કોટિ નમન કરીએ છીએ. સેનાના વીર જવાનો હોય કે, દેશની મહાન વિભૂતિઓ કે જેઓએ દેશની આઝાદી માટે સતત વર્ષો સુધી ચળવળ, આંદોલન અને જલદ કાર્યક્રમો આપી રાષ્ટ્રભકિતના ભાવના જગાવી વર્ષોની લડતના અંતે આખરે આપણા દેશને આઝાદી અપાવી સાચા અર્થમાં સ્વતંત્રતાની મહત્તા સમજાવી છે તે તમામનું ઋણ વ્યકત કરવાનો અને તેઓને યાદ કરી તેમના રાષ્ટ્ર સેવા અને બલિદાનને બિરદાવવાનો આજનો આ દિવસ છે.
કન્યા ક્રિએશનના પ્રિયંક ગીડવાણી અને રમેશભાઇ ગીડવાણીએ વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા હરહંમેશ દેશના નાગરિકોના હિતમાં નિર્ણયો કરાયા છે તેને લઈને માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ભારતીયોની છાતી ગદ ગદ ફૂલી રહી છે અને દેશ-વિદેશમાં ભારતનું નામ અને ગૌરવ શિખર પર સન્માનિત થઈ રહ્યું છે આવા આપણા દેશના ગૌરવ પૂર્ણ વડાપ્રધાન ના હર ઘર તિરંગા અભિયાનને આટલી બધી અભૂતપૂર્વ જબરદસ્ત સફળતા સાંપડી તે જ દેશવાસીઓની રાષ્ટ્રભક્તિને ઉજાગર કરે છે. અમે સમગ્ર વેપારી આલમ તરફથી પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહનો ખુબ ખુબ આભાર માની તેમને અભિનંદન પાઠવીએ છીએ.
કાંકરિયા સફલ-2ના વેપારીઓ દ્વારા 75માં સ્વાતંત્ર્યદિન પર્વની અનોખી ઉજવણી કરી સેનાના વીર જવાનો અને શહીદ સપૂતોને લાખ-લાખ સલામી આપતા ધ્વજવંદન કાર્યક્રમમાં ભાજપના નેતા ધર્મેન્દ્રભાઇ શાહ, શહેર ભાજપ કારોબારી સભ્ય અને અમ્યુકો ની રિક્રિએશન એન્ડ હેરિટેજ કલ્ચર કમિટીના પૂર્વ ચેરમેન શ્રી જીગ્નેશભાઈ પટેલ, મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને ન્યુ કલોથ માર્કેટના પ્રમુખ શ્રી ગૌરાંગભાઇ ભગત, સફલ-2 વેપારી મંડળના અગ્રણી રમેશભાઇ ગીડવાણી, પ્રિયંક ગીડવાણી, અંશુલ સોમાણી સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વેપારીઓ દ્વારા ભારત માતા કી જય, વંદે માતરમ્. વંદે માતરમ્..જય હિન્દ..સહિતના રાષ્ટ્રભકિતના નારાઓ લગાવી વાતાવરણ ગજવી મૂકયુ હતુ ત્યારે એક તબક્કે રાષ્ટ્રભકિતનો માહોલ છવાયો હતો.
#bharatmirror #bharatmirror21 #news #kankariasafal-2 #75thindependenceday #harghartiranga #ahmedabad