નીતા લીંબાચીયા, અમદાવાદ
22 ઓગસ્ટ 2022:
નવરાત્રીના પાવન પર્વની ઉજવણી કલાસુર્ય ફાઉન્ડેશન ધ્વારા ૯૦૦ દેવીરુપ મહિલાઓનું સમ્માન કરી તેમના સારા સ્વાસ્થ્ય માટે મેન્સ્ટ્રુઅલકપ અને માસીકધર્મ ટ્રેકર ભેટ આપી કરવામા આવશે.
૧ સપ્ટેમ્બર થી ૨૪ સપ્ટેમ્બર સુંધી આર્મી, પોલીસ, મેડીકલ અને સફાઈ કામદાર મહિલાઓ માટે આ કાર્યક્રમો યોજાશે, કારણકે આર્મી અને પોલીસ મહિલાઓ આપણી રક્ષા કરે છે દેશના દુશ્મનો થી, મેડીકલ અને પેરા મેડિકલ સ્ટાફ જીવન રક્ષક છે. જયારે સફાઈ કામદાર મહિલાઓ આપણા રાષ્ટ્રને ગંદગી થી બચાવે છે, તો આપણી પણ ફરજ બને છે. તેમના સ્વાસ્થ્ય અને સમ્માન વિષે વિચારવાની.
અમારા આ એક નિર્મળ પ્રયત્નને સફળ બનાવવા આપના સહકારની જરૂર પડશે. સંપર્ક ૯૭૨૭૭૧૭૯૭૫