નીતા લીંબાચીયા, અમદાવાદ
08 ઓગસ્ટ 2022:
ધ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટાઉન પ્લાનર્સ, ઈન્ડિયા (આઈટીપીઆઈ) ના ગુજરાત રિજીયોનલ ચેપ્ટરના સંશોધન કેન્દ્રનો શનિવારે અમદાવાદમાં પ્રારંભ થયો છે. આઈટીપીઆઈ એ વર્ષ 1951થી ટાઉન પ્લાનીંગ ક્ષેત્રની અપેક્સ રાષ્ટ્રિય સંસ્થા છે અને તે 8,000થી વધુ સભ્યો ધરાવે છે.
આઈટીપીઆઈના પ્રેસિડેન્ટ ડો. ડીએસ મેશરામે રાજ્ય અને દેશના મોટી સંખ્યામાં ટાઉન પ્લાનર્સની હાજરી વચ્ચે આ સંશોધન કેન્દ્રનું ઉદ્દઘાટન કર્યું હતું.
દેશમાં જ્યારથી શહેરીકરણ મૂળભૂત વિકાસમાં યોગદાન આપીને આર્થિક વિકાસનું મુખ્ય પ્રેરકબળ બની રહ્યું છે તેમાં ટાઉન પ્લાનર્સ અને કન્ટ્રી પ્લાનર્સની મહત્વની ભૂમિકા ઉપર ભાર મૂકતાં ડો. ડીએસ મેશરામે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે આઈટીપીઆઈ સાથે આશરે 8,000 ટાઉન પ્લાનર્સ જોડાયેલા છે. દેશમાં 70 શૈક્ષણિક સંસ્થાઓ છે કે જે એન્વાયર્મેન્ટ પ્લાનીંગ, ટ્રાન્સપોર્ટેશન પ્લાનીંગ, હાઉસિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનીંગ વગેરેના અર્બન પ્લાનીંગ અને સંલગ્ન સ્પેશ્યાલાઈઝેશન તથા નોમેનકલ્ચરમાં ડીગ્રી પ્રોગ્રામ ઓફર કરી રહ્યા છે.
આઈટીપીઆઈના કાઉન્સિલ મેમ્બર અને ઈમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી એન કે પટેલે જણાવ્યું હતું કે આ સંશોધન કેન્દ્ર યુવાન ટાઉન પ્લાનર્સના જ્ઞાન અને અભ્યાસમાં વૃધ્ધિ કરશે. આ સંશોધન કેન્દ્ર રાજ્ય અને દેશના ટાઉન પ્લાનીંગને પ્રોત્સાહન આપવામાં સહાયભૂત બનશે. આઈટીપીઆઈની ગુજરાત રિજીયોનલ કાઉન્સિલ શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે, જે વર્કશોપ્સ અને ટ્રેનિંગ સેશન્સના આયોજનમાં સહાયરૂપ થઈ શકે તેમ છે.
આઈટીપીઆઈના જનરલ સેક્રેટરી પ્રદિપ કપૂરે તેમના સંબોધનમાં જણાવ્યું કે છેલ્લા થોડાંક વર્ષોમાં કેન્દ્ર સરકાર પણ શહેરી આયોજન તથા તેના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને વિવિધ મિશન હાથ ધરીને આયોજીત વિકાસને વેગ આપી રહી છે.
આ બેઠકમાં ટાઉન પ્લાનિંગ વ્યવસાય અને તેના સમુદાયના પ્રચાર અને વિકાસ માટે મહત્વપૂર્ણ નીતિ વિષયક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
“Paradigm Shift in Macro Urban Planning” વિષયે એક સેમિનાર પણ શનિવારે આયોજન કરવામાં આવ્યું હતું અને તેને વિવિધ રાજ્યોમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.
ગોવાના નિવૃત્ત ચીફ ટાઉન પ્લાનર ડો. એસ ટી પુટ્ટરાજુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભેજવાળી, ખેતીની અને નહેરો વગેરેની નહીં વિકસાવી શકાઈ હોય તેવી જમીનનો ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટસ (ટીડીઆર) મિકેનિઝમ મારફતે ડેવલપમેન્ટ પ્લાન માટે ઉપયોગ કરી શકાય છે.
એમએમઆરડીએ, મુંબઈના ભૂતપૂર્વ ચીફ પ્લાનર, ડો. ઉમા અડુસુમીલ્લીએ મુંબઈ મેટ્રોપોલિટન રિજીયનના રિજીયોનલ પ્લાનીંગ દરમ્યાન ઉભા થયેલા પડકારો અંગે વિગતે વાત કરી હતી.
સેપ્ટના ડો. સાસવત બંદોપાધ્યાએ રાજ્યમાં લેન્ડ પ્લાનીંગ ટુલ (ટાઉન પ્લાનીંગ સ્કીમ્સ) માં ધરમૂળથી ફેરફાર અને સુધારા કરવા અંગે તથા પ્લાનીંગની પ્રણાલિમાં ગ્રીન કવર માટે ફાળવણી અંગે વાત કરી હતી.
ગુજરાત અને અન્ય રાજ્યોના 250થી વધુ ટાઉન પ્લાનર્સ આ સેમિનારમાં હાજર રહ્યા હતા. આઈટીપીઆઈના ગુજરાત રિજીયોનલ ચેપ્ટરના ચેરમેન શયાનીલ પટેલ અને કાઉન્સિલ મેમ્બર રાજેશ રાવલ તથા ગુજરાત રિજીયોનલ કાઉન્સિલના પૂર્વ ચેરમેને આ સમારંભની સફળતામાં મહત્વની ભૂમિકા બજાવી હતી.
શુક્રવારે અમદાવાદમાં આઈટીપીઆઈની કાઉન્સિલના સભ્યો કે જેમાં ટાઉન પ્લાનર્સ, ચીફ ટાઉન પ્લાનર્સ અને વિવિધ રાજ્યોના ટાઉન પ્લાનીંગ વિભાગોના ડિરેક્ટરોની બેઠક યોજાઈ હતી.
#bharatmirror #bharatmirror21 #news #itpigujarat #ahmedabad