નીતા લીંબાચીયા, અમદાવાદ
13 ઓગસ્ટ 2022:
ગુજરાત સાયન્સ સિટી ખાતે ISRO-SAC, ગુજ્કોસ્ટ અને સાયન્સ સિટી દ્વારા ડો. વિક્રમ સારાભાઇની 103મી જન્મજયંતીની ઉજવણી
ISRO-SAC. ગુજ્કોસ્ટ અને સાયન્સ સિટી દ્વારા દેશના મહાન વૈજ્ઞાનિક. ડો.વિક્રમ સારાભાઇ ની 103મી જન્મજયંતિ નિમિતે 12 ઓગષ્ટે ગુજરાત સાયન્સ સિટી ખાતે ખાસ કાર્યક્રમનું આયોજ્ન કરવામાં આવ્યું હતું. ડો.વિક્રમ સારાભાઇનું ભારતીય અવકાશ વિજ્ઞાનમાં યોગદાન , ભારતની અવકાશ ક્ષેત્રમાં સિદ્ધિઓ વિષે વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આશરે 500 જેટલા વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન રસિકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં હિરેન ભટ્ટ, સિનિયર સાયન્ટિસ્ટ, અને હેડ, વેદાસ વેબ ISRO SACએ પ્રેઝન્ટેશન દ્વારા ડો, વિક્રમ સારાભાઇ વિશે તથા ભારતીય અવકાશ વિજ્ઞાન વિશે રસપ્રદ માહિતી આપી હતી. ઉપરાંત ડો. કે.એમ. પરિડા, મટીરીયલ કેમેસ્ટ્રી સાયન્ટિસ્ટ, ડાયરેક્ટર શીખશા ‘ઓ’ અનુસંધાન, ડાયરેક્ટર, નેનો સાયન્સ એન્ડ નેનો ટેક્નોલોજી, ભુવનેશ્વર, પણ ઉજવણીમાં હાજર હતા.
શ્રી ભટ્ટે ડૉ. સારાભાઈના અવતરણ “જે ઘોંઘાટની વચ્ચે સંગીત સાંભળી શકે છે તે મહાન વસ્તુઓ પ્રાપ્ત કરી શકે છે.” સાથે જણાવ્યું હતું સૌએ ડૉ. સારાભાઈથી પ્રેરણા લેવી જોઈએ. રાજ્યની અલગ અલગ શાળાઓમાથી વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ ઉજવણીમાં ભાગ લીધો હતો અને પ્રેરણા મેળવી હતી.