આરોપી અંકુર મલ્હોત્રા સહિત ત્રણને શરતી જામીન તો, બે ના આગોતરા જામીન ફગાવાયા
સીબીઆઇ કોર્ટ દ્વારા આરોપી ઠાકુરપ્રસાદ સીંગની જામીન અરજી નાંમંજૂર, તો આરોપી શિવપાલસીંગ ચૌધરી અને ઝાહીદહુસૈન વિજાપુરની આગોતરા જામીન અરજી પણ કોર્ટે ફગાવી
ન્યુ ઇન્ડિયા કોન્ટ્રાક્ટર્સ એન્ડ ડેવલપર્સ પ્રા.લિના ડેપ્યુટી પ્રોજેકટ મેનેજર અંકુર મલ્હોત્રા ઉપરાંત, એમકેસી ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિના મેનેજર આર.બી.સીંગ અને અન્ય આરોપી આરોપી અરૂણ બાંભણીયાના જામીન મંજૂર
અમદાવાદ,તા.2
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવેની કામગીરીમાં કંપનીની તરફેણ કરવા માટે નેશનલ હાઇવે ઓથોરીટીના ચીફ જનરલ મેનેજર દિગ્વિજયસિંહ મિશ્રા દ્વારા રૂ. દસ લાખની લાંચ લેવાના ચકચારભર્યા કેસમાં અત્યારસુધીમાં સાતથી વધુ આરોપીઓના નામો ખૂલ્યા છે અને બધાની ધરપકડ થઇ છે. જે પૈકી ન્યુ ઇન્ડિયા કોન્ટ્રાક્ટર્સ એન્ડ ડેવલપર્સ પ્રા.લિના ડેપ્યુટી પ્રોજેકટ મેનેજર અંકુર મલ્હોત્રાના શરતી જામીન અત્રેની સીબીઆઇ કોર્ટે મંજૂર કર્યા હતા.
આ સિવાય એમકેસી ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિના મેનેજર આર.બી.સીંગ અને અન્ય આરોપી આરોપી અરૂણ બાંભણીયાની જામીન અરજી પણ સીબીઆઇ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. તો, આ કેસમાં પકડાયેલા ઠાકુરપ્રસાદ સીંગની જામીન અરજી નાંમંજૂર કરી હતી. જયારે આરોપી શિવપાલસીંગ ચૌધરી અને ઝાહીદહુસૈન વિજાપુરની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. આ કેસમાં ન્યુ ઇન્ડિયા કોન્ટ્રાક્ટર્સ એન્ડ ડેવલપર્સ પ્રા.લિના ડેપ્યુટી પ્રોજેકટ મેનેજર અંકુર મલ્હોત્રાની જામીન અરજીમાં એડવોકેટ દિલીપ એમ.આહુજાએ મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, અરજદારને નેશનલ હાઇવે ઓથોરીટી સાથે કોઇ લેવાદેવા જ નથી. કારણ કે, અરજદારની ન્યુ ઇન્ડિયા કોન્ટ્રાકટર્સ એન્ડ ડેવલપર્સ પ્રા.લિનો કોઇ કોન્ટ્રાકટ કે કરાર જ નેશનલ હાઇવે ઓથોરીટી સાથે નથી., તેમછથાં અરજદારોને ખોટી રીતે આ કેસમાં સંડોવી દેવામાં આવ્યા છે. અરજદારોનો કોઇ કોન્ટ્રાકટ જ નેશનલ હાઇવે ઓથોરીટી સાથે નહી હોવાથી તેઓને લાંચ આપી શું ફાયદો થવાનો હતો…આમ, તપાસનીશ એજન્સી દ્વારા અરજદાર વિરૂધ્ધનો સમગ્ર કેસ જ બોગસ હોઇ કોર્ટે તેમને જામીન આપવા જોઇએ. અરજદારપક્ષ તરફથી એડવોકેટ દિલીપ એમ.આહુજાએ સુપ્રીમકોર્ટના ચુકાદાને ટાંકતાં જણાવ્યું હતું કે, જામીન આપવાનો હેતુ માત્ર એટલો જ કોર્ટે જોવાનો હોય છે કે, તે કાયદાથી ભાગી જાય નહી અને કોર્ટમાં ટ્રાયલ દરમ્યાન નિયત મુદતે હાજર થાય. બાકી, સજા કરવાના ઇરાદાથી જામીન નામંજૂર કરી શકાય નહી.
ન્યુ ઇન્ડિયા કોન્ટ્રાક્ટર્સ એન્ડ ડેવલપર્સ પ્રા.લિના ડેપ્યુટી પ્રોજેકટ મેનેજર અંકુર મલ્હોત્રા તરફથી એડવોકેટ દિલીપ એમ. આહુજા દ્વારા કરાયેલી મહત્વની દલીલો ગ્રાહ્ય રાખી સીબીઆઇ કોર્ટે તેમના શરતી જામીન મંજૂર કર્યા હતા. સીબીઆઇ કોર્ટે આરોપીને પાસપોર્ટ જમા કરાવવો, અદાલતની પરવાનગી સિવાય દેશની હદ છોડવી નહી સહિતની શરતો સાથે રૂ.એક લાખના પર્સનલ બોન્ડ સાથેના જામીન મંજૂર કર્યા હતા. બીજીબાજુ, સીબીઆઇ કોર્ટે આ કેસમાં પકડાયેલા ઠાકુરપ્રસાદ સીંગની જામીન અરજી નાંમંજૂર કરી હતી. જયારે આરોપી શિવપાલસીંગ ચૌધરી અને ઝાહીદહુસૈન વિજાપુરની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
#bharatmirror #bharatmirror21 #news