નીતા લીંબાચીયા, અમદાવાદ
15 ઓગસ્ટ 2022:
દેશની આઝાદીની ૭૬ મી વર્ષગાંઠ પ્રસંગે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ ની આગેવાની હેઠળ ખોખરા વિસ્તારમાં શહીદ વીર ભગતસિંહની પ્રતિમાને માલ્યા અર્પણ કરી આઝાદીના હીરક મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી.
હતી વીર ભગતસિંહ ની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં કાર્યકરો સામાન્ય નાગરિકો આગેવાનો એકત્ર થયા અને રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ દેશ માટે મરી ફિટનાર વીર શહીદોના સ્વપ્નનું ભારત બનાવવા મક્કમ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કેટલાક કોમવાદી પરિબળો દેશના વિભાજિત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.
ઘામૅિક સૌહાદૅ,શાંતિ અને સદભાવના નું વાતાવરણ જાળવવવા નુ તેમજ તમામ ધર્મોનું અને તેમના પ્રતિકોનું આદર-સન્માન કરવાની અને અપમાનિત કરનાર તત્વો ને જાકારો આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ,યસ ચૌધરી, ધવલ ગઢવી,વિનોદ પંચાલ, મૂનસીપ્રતાપ વર્મા,પુષ્પાબેન વાઘેલા, જુલ્ફી શેખ,સંજય મેકવાન,આતિશ પંચોલી,ઈબ્રાહીમ શેખ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #georgedias # #ahmedabad