નીતા લીંબાચીયા, અમદાવાદ
08 ઓગસ્ટ 2022:
બાળકો માટે હેલ્થને લગતી પ્રવૃત્તિઓ અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવી જરુરી છે. ઘણીવાર આપણે નાનામાં નાની ચીજ વસ્તુઓ પણ અવોઈડ કરતા હોઈએ છીએ. તેમાં પણ દાંતને લગતી તકલીફો નાના બાળકોમાં જોવા મળ છે. ખાસ કરીને 3થી 4 વર્ષના બાળકોમાં આ તકલીફો અવેરનેસના અભાવે જોવા મળતી હોય છે
જે અનુસંધાન પીડીયાટ્રીસીયન ડેન્ટીસ્ટ એવા ડૉ. શાલીન શાહ દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઈલોક્શન સ્કૂલ ખાતે આ અવેરનેસ કાર્યક્રમમાં બાળકો અને તેમના પેરેન્ટ્સને ડૉક્ટર શાલીન શાહ દ્વારા કેટલીક જરૂરી ટિપ્સ આપવામાં આવી હતી.
ડૉ. શાલીને શાહે કહ્યું હતું કે, બાળકોમાં દાંતમાં સડો પડવાની સમસ્યાઓ જોવા વધુ મળે છે. રેગ્યુલર બ્રશ કરવાથી લઈને ખાવા-પીવાની ચીજ વસ્તુઓની બાબતમાં ખૂબ કાળજી લેવી જરૂરી છે. દાંત દરરોજ સફાઈ કરવી જોઈએ. આ ઉપરાંત નાની પણ ક્ષતી દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે.
3થી 4 વર્ષના બાળકો કે જેઓ ઓછા અવેર હોય છે. જેથી તેમના માટે તેમના માતા પિતા જ ગાઈડ હોય છે. માતા પિતાએ બાળકોની આ કાળજીને લઈને પહેલા અવેર થવાની જરૂર છે. બાળક શું ખાય છે, ફૂડ લીધા બાદ દાંતમાં એ ફૂડનો ભાગ રહી ના જાય એમ નાનાથી લઈને મોટી દરેક કાળજી લેવી જરૂરી છે.