ડો.નરેશ શનમુગમ કિમાયા કિડ્ઝ લિવર ઍન્ડ ગેસ્ટ્રો કેર હૉસ્પિટલમાં લિવરની વિવિધ બિમારીથી પીડિત બાળકોની મુલાકાત લઈ યોગ્ય માર્ગદર્શન આપ્યું.
નીતા લિંબાચીયા, અમદાવાદ
01 ઓગસ્ટ 2022:
ચેન્નાઈના શ્રેષ્ઠ પિડિયાટ્રિક લિવર નિષ્ણાત ડો.નરેશ શનમુગમ લિવરની વિવિધ બિમારીથી પીડિત બાળકોની અમદાવાદની કિમાયા કિડ્ઝ લિવર ઍન્ડ ગેસ્ટ્રો કેર હૉસ્પિટલની મુલાકાત લઈ યોગ્ય માર્ગદર્શન આપ્યું.
15 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા ડૉ.નરેશ શનમુગમે ચેન્નાઈમાં અનેક રોગો અને લિવરના વિકારો જેવા કે, બિલીયરી ઍટ્રેસિયા, ક્રોનિક લિવર ડિસીઝ, હેપેટાઇટિસ, મેટાબોલિક લિવર રોગ વગેરેથી પીડિત 500થી વધુ બાળરોગના દર્દીઓની સારવાર કરી છે. અને તેમની સાથે જોડાયેલા અમદાવાદના
કિમાયા કિડ્ઝ લિવર ઍન્ડ ગેસ્ટ્રો કેરના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક ગેસ્ટ્રોઍન્ટેરોલોજિસ્ટ, હેપેટોલોજિસ્ટ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડૉ. કિનિષા પટેલે જણાવ્યું હતું કે, ‘‘વર્ષ 2021માં રેલા હોસ્પિટલ સાથે જોડાયા બાદ લીવર ટ્રાન્સપ્લાન્ટેશન કરીને તેઓએ 7 બાળકો અને તેમના પરિવારોના જીવનમાં પરિવર્તન લાવવામાં સફળ રહ્યા છે.
તેમનું સ્વાસ્થ્ય સારું છે, તેઓ સામાન્ય જીવનનો આનંદ માણી રહ્ના છે અને તેમાંથી કેટલાક તો કિશોરાવસ્થામાં પણ પ્રવેશી ચૂક્યા છે. આ બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય જોઈને તેઓ ખુબ જ ખુશ છે.’’
રેલા હોસ્પિટલ્સમાં મહિલા અને બાળ આરોગ્ય વિભાગના ડાયરેક્ટર તથા પીડિયાટ્રિક ગેસ્ટ્રોઍન્ટેરોલોજી અને હેપેટોલોજી વિભાગના સિનિયર કન્સ્લટન્ટ ડૉ. નરેશ શનમુગમે જણાવ્યું હતું કે, ‘‘અમને આનંદ છે કે, આઉટરીચ ક્લિનિક પ્રોગ્રામને કારણે લીવરની સમસ્યાથી પ્રભાવિત અનેક બાળકોના જીવન બચાવવામાં અમે સફળ બન્યાં છીઍ. આ આઉટરીચ ક્લિનિક્સની મારી મુલાકાત ઉદ્દેશ્ય આ બાળકોને વધુ સારા ભવિષ્ય માટે યોગ્ય નિદાન અને સારવાર મળે શકે તે સુનિશ્ચિત કરવાનો છે. આઉટરીચ ક્લિનિક્સ અમને ભારતભરમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા બાળકોને સતત સંભાળ પૂરી પાડવામાં મદદ કરે છે.’’
રેલા હોસ્પિટલ વિશે માહિતી :
રેલા હોસ્પિટલ ઍક આંતરરાષ્ટ્રીય સ્તરની મેડીકલ ફેસિલિટી ધરાવતી હોસ્પિટલ છે જે દર્દીઓને ઉમદા સારવાર આપવા માટે સમર્પિત છે. આ હોસ્પિટલ સ્ટેટ ઓફ ધી આર્ટ, અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ અને અનુભવી, સંભાળ રાખતા મેડીકલ પ્રોફેશનલ સાથે ઉચ્ચ ગુણવત્તાની આરોગ્યસંભાળ પૂરી પાડે છે.
RIMC (Dr. Rela Institute & Medical Centre) ની રચના મલ્ટિ-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન અને ગંભીર રીતે બીમાર દર્દીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને મલ્ટી-સ્પેશિયાલિટી સારવાર આપવા માટે થેયલી છે. તમામ સ્પેશિયાલિટીમાં ક્વાર્ટરનરી કેર ઉપરાંત, આ હોસ્પિટલ દર્દીઓને રોજિંદી પ્રાથમિક અને ગૌણ સંભાળ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. RIMC ક્રોમપેટ, ચેન્નાઈ, તમિલનાડુ(ભારત)માં 36 ઍકરના વિશાળ લેન્ડસ્કેપમાં આવેલી મલ્ટી-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે.
— હોસ્પિટલમાં 130 ક્રિટિકલ-કેર બેડ સાથે 450 બેડ્સ, 14 ઓપરેટિંગ રૂમ અને અત્યાધુનિક લેબોરેટરી અને રેડિયોલોજી સર્વિસની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ હોસ્પિટલ માર્ગ, રેલ અને હવાઈ પરિવહનની નજીક આવેલી છે.
— RIMC નું નેતૃત્વ અને સંચાલન વિશ્વ વિખ્યાત ડોકટરો દ્વારા કરવામાં આવે છે જેઓ આરોગ્યસંભાળ માટે પ્રતિબદ્ધ છે.
— RIMC ક્લિનિકલ કેર, શિક્ષણ અને સંશોધન માટે વિશાળ સ્પેક્ટ્રમ ઓફર કરે છે.
#bharatmirror #bharatmirror21 #news #dr.nareshshanmugam #dr.kinishapatel #railahospital #onsultantinkimayakid‘sliverandgastrocare #ahmedabad