નીતા લીંબાચીયા, અમદાવાદ
04 ઓગસ્ટ 2022:
જેનકી અને સીટેનાલી બ્રાન્ડ નેમ હેઠળ બે જૈનરિક ઔષધોની રજૂઆત
દેશમાં સૌથી જૂની અને સૌથી મોટી પ્રાઈવેટલી હેડ ડ્રગ ઉત્પાદક કંપની તરીકે જાણીતી અમદાવાદની કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે ભારતમાં જેનકી અને સીટેનાલી બ્રાન્ડ નેમ હેઠળ ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે બે જેનરિક ઔષધોની રજૂઆત કરી છે.
સીટાગ્લિપ્ટીન એ DPP-4 વર્ગ માટેનું, લોહીમાં ગ્લુકોઝનું ઉંચા પ્રમાણ કે જેને હાઈપર ગ્લાયકેમીયા તરીકે ઓળખવામાં આવે છે તેની સારવાર માટેનું એક અનોખું ઔષધ છે. હાઈ બ્લડ ગ્લુકોઝને કારણે જીવને જોખમ થાય તેવી એથેરોસ્કેલોરેસીસ, સ્ટ્રોક, હાર્ટ એટેક, રેટીનોપથી, ન્યુરોપથી, અને નેફ્રોપથી જેવી જટિલ પરિસ્થિતિઓ ઉભી થાય છે તેની સારવાર માટે આ ઔષધો ઉપયોગમાં લઈ શકાય છે.
તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા એક અહેવાલ મુજબ ભારતમાં આશરે 7.7 કરોડ લોકો ડાયાબિટીસનો ભોગ બનેલા છે. મેટફોર્મીન હાલમાં બ્લડ ગ્લુકોઝના લેવલને નિયંત્રિત કરવા માટે પસંદગીનું ઔષધ ગણવામાં આવે છે, પરંતુ મોટાભાગના દર્દીઓમાં તે ઈચ્છીત નિયંત્રણ પૂરૂં પાડી શકતું નથી અથવા તો તે સહ્ય બની શકતું નથી.
કેડિલા ફાર્માસ્યુટિકલ્સ વિટામીન ડી-3 ના ક્ષેત્રે પાયોનિયર ગણાય છે અને કાર્ડિયોવાસ્ક્યુલર ઔષધોની પોસાય તેવી રેન્જ પૂરી પાડવાનો 50 વર્ષનો વારસો ધરાવે છે. કંપનીએ સીટેનાલી અને જેન્કીની રજૂઆત કરીને કાર્ડિયો-સેફ ગ્લીપ્ટીન સીટાગ્લીપ્ટીન સાથે ડાયાબિટીસ કેર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. તેણે સીટાગ્લીપ્ટીન અને મેટફોર્મીનનો સમન્વય ધરાવતું સક્ષમ કોમ્બીનેશન જેન્કી M બ્રાન્ડ હેઠળ રજૂ કર્યું છે.
કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સીઈઓ જાવેદ ઝીયા જણાવે છે કે “કેડિલા ફાર્માસ્યુટિકલ માટે ડાયાબિટીસ એ મહત્વનો ફોકસ એરિયા છે. સીટેનાલી અને જેન્કીની રજૂઆત દ્વારા અસરકારક અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી હોવા છતાં પણ ભારતમાં પોસાય તેવી દવા અમે રજૂ કરી છે.”
સીટાગ્લીપ્ટીન મજબૂત ક્લિનીકલ પ્રોફાઈલ ધરાવે છે અને લક્ષિત બ્લડ સુગર લેવલ હાંસલ નહીં કરી શકતા ટાઈપ-2 ડાયાબિટીસના લાખો દર્દીઓ માટે હાલમાં ઉપલબ્ધ એન્ટી-ડાયાબિટીક દવા ઉપલબ્ધ કરી છે. આ દવા અભૂતપૂર્વ HbA1c નિયંત્રણ પૂરૂં પાડવાની સાથે સાથે વેઈટ ન્યુટ્રલ છે અને સુસ્થાપિત CV સેફ્ટી પ્રોફાઈલ ધરાવે છે અને અન્ય DPP-4 ધરાવતા ઔષધોની તુલનામાં હાઈપોગ્લાયકેમિયાનું નહીંવત જોખમ ધરાવે છે.
સમાન પ્રકારે જેન્કી, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ પોસાય તેવી આધુનિક ઔષધિઓ રજૂ કરવાની સતત સમર્પણ ભાવનાને સાકાર કરીને ડાયાબિટીસ મેનેજમેન્ટ ક્ષેત્રે પરિવર્તન લાવશે.
શ્રી ઝીયા વધુમાં જણાવે છે કે “અમે જુલાઈમાં જેન્કી અને સીટેનાલી બંને ઔષધો રજૂ કર્યા છે અને તે દેશમાં વ્યાપકપણે ઉપલબ્ધ છે. 5,000થી વધુ ડાયાબિટેલોજીસ્ટસ, એન્ડોક્રોનોલોજીસ્ટસ, કાર્ડિયોલોજીસ્ટસ અને ફિઝીયન્સે આ ઔષધની ભલામણ કરવાનું શરૂ કરી દીધું છે. જીવનરક્ષક હેલ્થકેર સોલ્યુશન્સમાં અમારા મુખ્ય મૂલ્યો અને પ્રયાસો આ ઔષધોમાં પ્રતિબિંબીત થાય છે.”
કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અંગેઃ
કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (www.cadilapharma.com) ભારતની સૌથી મોટી પ્રાઈવેટલી હેલ્ડ ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓમાં સમાવેશ પામે છે. વિતેલા સાત દાયકામાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સ પોસાય તેવા ઔષધોનું ઉત્પાદન કરવામાં અને તે દુનિયાભરના લોકોને ઉપલબ્ધ કરવામાં સક્રિય રહી છે. તેની ઈનોવેશન આધારિત ડ્રગ ડિસ્કવરી પ્રક્રિયાઓ દુનિયાભરના લોકોના આરોગ્ય અને તંદુરસ્તીની ખાત્રી રાખે છે.