મુંબઈ અને ચેન્નઈ વચ્ચે દૈનિક ઉડાનની સાથે ચેન્નઈ નેટવર્ક સાથે જોડે છે.
અમદાવાદને બેંગલુરૂ સાથે જોડે છે.
મુંબઈ-બેંગલુરૂ રૂટ પર વધારાની ફ્લાઈટ્સનો ઉમેરો કરે છે.
નીતા લીંબાચીયા, અમદાવાદ
04 ઓગસ્ટ 2022:
અકાસા એર, ભારતની સૌથી નવી એરલાઇનેઆજે અમદાવાદ, બેંગલુરૂ, કોચી અને મુંબઈના હાલના સ્થળો ઉપરાંત ચેન્નાઈને તેના નેટવર્કમાં પાંચમા સ્થળ તરીકે જાહેર કર્યું છે. ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે નવી શરૂ થતી દૈનિક ફ્લાઈટ્સ 15 સપ્ટેમ્બર, 2022થી શરૂ થશે. આ ઉપરાંત,પોતાની અખિલ ભારતીય નેટવર્ક કનેક્ટિવિટીને મજબૂત બનાવતાએરલાઈને અમદાવાદ અને બેંગલુરૂ વચ્ચે એક નવો રૂટ પણ ઉમેર્યો છે, જે 23 ઓગસ્ટ, 2022થી શરૂ થશે.
આ અગાઉ,પોતાના નેટવર્કને વિકસિત કરવા માટે તબક્કાવાર અભિગમને ધ્યાનમાં રાખીને,અકાસા એરે 19 ઓગસ્ટ, 2022થી બેંગલુરૂ અને મુંબઈ વચ્ચેની તેની દૈનિક સીધી ફ્લાઈટ્સની જાહેરાત કરી હતી. તે હવે અનુક્રમે 30 ઓગસ્ટ અને 19 સપ્ટેમ્બરથી શરૂ થતી વધારાની દૈનિક ફ્લાઇટ્સ સાથે આ ક્ષેત્રની ક્ષમતા વધારવા માટે તૈયાર છે.
અકાસા એરની નેટવર્ક વિસ્તરણ યોજનાઓ અને ફ્લાઇટ ફ્રિકવન્સીમાં વધારા અંગેઅકાસા એરના કો-ફાઉન્ડર અને ચીફ કોમર્શિયલ ઑફિસર પ્રવીણ અય્યરે જણાવ્યું,“7 ઓગસ્ટના રોજ ઉડાન ભરનારી પ્રથમ ફ્લાઇટ માટે અમે પ્રવાસીઓ તરફથી બુકિંગ માટે જબરદસ્ત પ્રતિસાદ જોયો છે. અને અમારી પ્રથમ ફ્લાઇટ લાઇવ થવાના એક જ દિવસમાં વેચાઈ ગઈ છે. દર પખવાડિયે એક એરક્રાફ્ટ આવતાં, અમે મેટ્રોથી ટિયર 2 અને 3 રૂટ કનેક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે સમગ્ર ભારતમાં એક મજબૂત ઉપસ્થિતિ સ્થાપિત કરવા માટે નવા ક્ષેત્રો સાથે વધુ શહેરોને ઉત્તરોત્તર ઉમેરવાની અમારી પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા માટે અમારા નેટવર્કને વધારવામાં આનંદ અનુભવીએ છીએ.”
22 જુલાઈ, 2022ના રોજઅકાસા એરે પોતાની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટની ટિકિટના વેચાણ માટે બુકિંગ શરૂ કર્યું અને એક સુખાકારી મુસાફરી અનુભવ માટે અનેક શ્રેણી-પ્રથમ સેવાઓ અને ઉત્પાદન પસંદગીઓ સાથે પોતાની ગ્રાહક અનુભવ વ્યૂહરચનાનું અનાવરણ કર્યું, જે તકનીકી રીતે આગળ, સમાવેશી અને પર્યાવરણની દ્રષ્ટિથી પ્રગતિશીલ છે.
એરલાઇન કોડ ક્યૂપીસાથે ઉડાન ભરી રહેલી અકાસાએર 07ઓગસ્ટ,2022થી બે એરક્રાફ્ટ સાથે વાણિજ્યિક સંચાલન શરૂ કરશે, તે દર મહિને વધારાના બે એરક્રાફ્ટ ઉમેરશે અને 2023ના અંત સુધીમાંતે 18 એરક્રાફ્ટને સામેલ કરશે. તે દર 12 મહિનામાં બીજા 12થી 14 વિમાનો ઉમેરવાની યોજના ધરાવે છે, જે તેના 72 બોઇંગ 737 મેક્સએરક્રાફ્ટના પોતાના ઓર્ડરને પાંચ વર્ષમાં વિતરિત કરશે.
#bharatmirror #bharatmirror21 #news #akasaair #ahmedabad