નીતા લીંબાચીયા, અમદાવાદ
01 July 2022:
કાર્ડિયોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયા 2022ની નેશનલ ઇન્ટરવેન્શન કાઉન્સિલમાં કોરોનરી કેલ્સિફાઇડ બ્લોકેજની સારવાર માટે ઇન્ટ્રા વાસ્ક્યુલર લિથોટ્રિપ્સી (આઇવીએલ) ટેક્નોલોજી પ્રદર્શિત કરવામાં આવી.
આ પ્રસંગે અમદાવાદના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ અને સીએસઆઇ-એનઆઇસી 22ના ઓર્ગેનાઇઝિંગ ચેરમેન ડો.સમીર દાણીએ જણાવ્યું હતું કે, ઇન્ટ્રાવાસ્ક્યુલર લિથોટ્રિપ્સી જાન્યુઆરી 2020માં દેશમાં તેના લોંચથી સમગ્ર ભારતમાં 3,500થી વધુ દર્દીઓની સારવારના પરિણામોને બદલવામાં નિર્ણાયક રહી છે. તે ડાયાબિટિસ, વૃદ્ધાવસ્થા અને હ્રદયની નબળી કામગીરી અથવા બીજા જોખમી પરિબળો ધરાવતા દર્દીઓની સારવારમાં પણ ઉપયોગી છે.
તેમજ કેલ્સિફાઇડ જોખમનો મોટાભાગે મતલબ પર્ક્યુટેનિયસ ઇન્ટરવેન્શનના પરિણામ સબઓપ્ટિમલ હોય છે તથા તેનાથી પ્રક્રિયાત્મક જટિલતાઓ અને ભવિષ્યમાં જોખમની સંભાવનાઓ રહે છે. ઇન્ટ્રાવાસ્ક્યુલર લિથોટ્રિપ્સીમાં એક જનરેટર અને કેથેટર હોય છે, જેમાં ઉત્સર્જકની એક શ્રેણી હોય છે, જે બ્લોકેજને ટાર્ગેટ કરવા માટે હાઇ-ફ્રિકવન્સી સાઉન્ડ વેવ્સ પેદા કરે છે.
#bharatmirror #bharatmirror21 #news #treatmentofcalcifiedblockage #ahmedabad