નીતા લીંબાચીયા, અમદાવાદ
20 July 2022:
ગાંધીનગર, તા.20 જુલાઈ, 2022: ધ લીલા ગાંધીનગરે શહેરની કોર્પોરેટ બિરાદરી માટે 5 કી.મી.ની દોડનું આયોજન કરીને રવિવારે તેમનામાં ઉત્સાહ અને ઉર્જા ભરીને કોર્પોરેટ બિરાદરીમાં વેલનેસ અને ફીટનેસ અંગે જાગૃતિ ઉભી કરવાનો પ્રયાસ કર્યો છે

.આ સમગ્ર પ્રવૃત્તિનું આયોજન આ બ્રાન્ડના મેનુના પ્રચાર તથા સિગ્નેચર વેલનેસ પ્રોગ્રામ ઔજસ્ય બાય લીલા હેઠળ તાજેતરમાં રજૂ કરાયેલા મેનુ મારફતે સમગ્રલક્ષી વેલનેસ પ્રોગ્રામને માર્ગે આગળ ધપાવવાનો ઉદ્દેશ છે.
દોડમાં ભાગ લેનાર તમામ પાર્ટીસિપેન્ટસને એક્ઝિક્યુટીવ શેફ આશિષ રાઉત અને શેફ અભિષેક રોય તથા તેમની બાકીની ટીમે તૈયાર કરેલ સ્વાદિષ્ટ મેનુ પિરસવામાં આવ્યું હતું.

ધ લીલા ગાંધીનગર દ્વારા યોજવામાં આવેલ સૌ પ્રથમ 5 કી.મી.ની દોડને ભારે ઉત્સાહજનક પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો અને આ કાર્યક્રમમાં ટીસીએસ, એપોલો હોસ્પિટલ વગેરે ખાનગી ક્ષેત્રની કંપનીઓના પ્રતિનિધિઓ દોડમાં સામેલ થયા હતા. આ દોડને ધ લીલા ગાંધીનગરના સંકુલમાંથી વાઈસ પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર જયદીપ આનંદે લીલીઝંડી આપી હતી. શ્રી જયદીપ આનંદ પણ દરરોજ સવારે પોતાની દૈનિક કામગીરી શરૂ કરતાં પહેલાં સખત કવાયત કરવાના આગ્રહી છે.
ધ લીલા ગાંધીનગર તરફથી યોજવામાં આવેલ આ પ્રથમ દોડ પ્રસંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે “દરરોજ નિયમિત શારીરિક કસરતથી સજ્જ રહેવું ખૂબ જ જરૂરી છે અને ધ લીલા ગાંધીનગર ખાતે અમારી ટીમના સભ્યોમાં શારીરિક વેલનેસને હંમેશા મહત્વ આપીએ છીએ અમારી હોટલની મુલાકાત લેનારા મહેમાનો પણ શારીરિક કવાયત કરે તેવો અમારો આગ્રહ અને વ્યવસ્થા રહી છે. 5 કી.મી.ની દોડ માટે મોટી સંખ્યામાં એકત્ર થયેલા પાર્ટિસીપેન્ટસના ઉત્સાહને કારણે તેમજ અમારા ઔજસ્ય પ્રોગ્રામ હેઠળ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીના મેનુનો સ્વાદ માણ્યો તેનાથી અમને અત્યંત આનંદ થયો છે.”

ધ લીલા પેલેસીસ હોટેલ્સ એન્ડ રિસોર્ટસ દ્વારા અગાઉ તેમના સિગ્નેચર વેલનેસ પ્રોગ્રામ ઔજસ્ય બાય ધ લીલાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ સમગ્રલક્ષી વેલનેસના પંથે આગળ ધપવાનો છે. પરંપરાગત અને આધુનિક પ્રણાલિઓના મિશ્રણ સમાન આ અનોખો પ્રોગ્રામ- ઔજસ્ય બાય ધ લીલામાં જીવનમાં જોમ ભરે તેવા અધિકૃત અનુભવોનો આધાર લઈને આ કાર્યક્રમને આગળ ધપાવવામાં આવે છે. રૂ.2માં વેલનેસ મારફતે રિસ્ટોર (આહાર) અને રિન્યુ (માનસિક સતેજતા) મારફતે જીવનમાં જોમ પૂરવાનો છે. ઔજસ્યનો અર્થ તંદુરસ્ત જીવનશૈલી દ્વારા જીવનને ઉર્જાવાન અને સતેજ બનાવી શરીરમાં જોમ લાવવાનો છે. ઔજસ્ય બાય ધ લીલા માત્ર સારા આહારથી જ અટકતી નથી.
આ બ્રાન્ડ વેલનેસ વિકસાવવાનો પ્રયાસ કરી રહી છે અને એ માટે તેની સર્વિસની દરેક પાસાંમાં વેલનેસ અને માનસની સતેજતાનો કરાવે છે તથા આવી પ્રવૃત્તિ મારફતે વર્તમાન સમયના શાલિન લક્ઝરી પ્રવાસીઓ માટે રોજબરોજના જીવનની પ્રવૃત્તિઓમાં વેલનેસને સામેલ કરી ઔજસ્યના પંથે આગળ ધપાવવાનો છે.
#bharatmirror #bharatmirror21 #news #thelila-gadhinagar #ahmedabad
