નીતા લીંબાચીયા, અમદાવાદ
14 July 2022:
પરમપૂજ્ય વિશ્વવન્દ્ય શ્રી કૃષ્ણકૃષ્ણશંકર શાસ્ત્રીજી (પૂ. દાદાજી)ની સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે આવેલી તપસ્થલીમાં ગુરુપૂર્ણિમાના દિવસે ગુરૂપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.
આજના પાવન દિવસે જગતગુરૂ શ્રીમદવલ્લભાચાર્ય – પાદુકાપૂજન તથા પૂ. દાદાજીની પ્રતિમાને તિલકાર્ચન વિધિનું આયોજન શ્રી વરતન્તુ સંસ્કૃત મહાવિદ્યાલય પ્રાચ્ય ઋષિકુમારો દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુરૂઋણ-માતૃસંસ્થાઋણના અર્ચનોત્સવ કાર્યક્રમ પ્રેરણામૂર્તિ પૂ.ભાગવતઋષિ શાસ્ત્રીજીની પ્રેરણાથી સંપન્ન થયો હતો. આ ગુરૂપૂજનના કાર્યક્રમમાં શ્રી ગૌધામ મહાતીર્થ પથમેડાના સંસ્થાપક પરમ શ્રધ્ધેય ગૌઋષિ સ્વામી શ્રી દત્તશરણાનંદજી મહારાજ, તથા શ્રી વરતન્તુ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા ઋષિકુમારો અને મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ ભાગ લીધો હતો.
ચાતુર્માસ ગૌમંગલ મહોત્સવ અંતર્ગત શ્રી પરમશ્રધ્ધેય શ્રી ગૌઋષિ સ્વામી શ્રી દત્તસરણાનંદજી મહારાજ શ્રી ના સાનિધ્યમાં શાલીગ્રામનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, તેમાં ઘણા બધા શ્રદ્ધાળુઓએ અને સનાતન ધર્મ પ્રેમી ભાઈ બહેનોએ ખૂબ ભાવપૂર્ણ ભાગ લઈ બહુવર્ષ શ્રી દત્ત શરણાનંદજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.