નીતા લીંબાચીયા,અમદાવાદ.
તા.28 જુલાઈ:
કોલ્ડ ચેઈન અને રેફ્રિજરેશન ઉદ્યોગનાં સોલ્યુશન્સ અંગે દક્ષિણ એશિયાનું સૌથી મોટું પ્રદર્શન અને કોન્ફરન્સ, REFCOLD India નું પાંચમુ એડિશન મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તા.8 થી 10 ડિસેમ્બર, 2022 દરમ્યાન યોજાઈ રહી છે.
રેફકોલ્ડ ઈન્ડિયા એ ધ ઈન્ડિયન સોસાયટી ઓફ હીટીંગ, રેફ્રિજરેટીંગ અને એર કન્ડીશનીંગ એન્જીનિયર્સ (ISHRAE) નું આયોજન છે. આ સંસ્થા 44થી વધુ ચેપ્ટર્સ અને આશરે 30,000 પ્રોફેશનલ સભ્યો ધરાવે છે. ISHRAE, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, કેન્યા અને અબુ ધાબીમાં પણ પોતાના ઈન્ટરનેશનલ ચેપ્ટર્સ શરૂ કરી રહ્યું છે. ISHRAE રેફ્રિજરેશન અને કોલ્ડ ચેઈન ઈન્ડસ્ટ્રીના વિકાસ માટે સક્રિય કામગીરી કરી રહ્યું છે અને તેનો ઉદ્દેશ ઉત્તમ ટેકનોલોજી સોલ્યુશન્સ રજૂ કરીને આ ક્ષેત્રના વિકાસમાં વૃધ્ધિ કરવાનો છે.
રેફકોલ્ડ ઈન્ડિયા ભારતીય અને આંતરરાષ્ટ્રિય રેફ્રિજરેશન ઉદ્યોગના સહયોગીઓને એકત્ર કરીને ખોરાકનો બગાડ દૂર થાય તેવા ઈનોવેશન અને ટેકનોલોજી રજૂ કરશે. કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ કે જેમાં રેફ્રિજરેટેડ સ્ટોરેજ અને રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટેશનનો સમાવેશ થાય છે અને આ ક્ષેત્રો ઉદ્યોગની સપ્લાય ચેઈનનો આંતરિક હિસ્સો બની રહ્યા છે.
વિવિધ ચીજોના ઉત્પાદનને બદલે બહેતર સંગ્રહ કરવા તરફની તરાહ બદલાઈ ગઈ છે ત્યારે આ બાબતે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહેલો રેફ્રિજરેશન અને કોલ્ડ ચેઈન ઉદ્યોગ ખેત પેદાશો તેમજ અન્ય નાશવંત ઉત્પાદનોના બહેતર સંગ્રહની દિશા તરફ ઝડપથી વિકસી રહ્યો છે.
વૈશ્વિક કોલ્ડ ચેઈન માર્કેટ વર્ષ 2020માં 4.4 અબજ ડોલરથી વધીને વર્ષ 2028માં 13.8 અબજ ડોલર થઈ 15.8 ટકાના એકંદર સરેરાશ વૃધ્ધિ દર (CAGR) થી આગળ ધપવાની અપેક્ષા ધરાવે છે. ભારતનું કોલ્ડ ચેઈન માર્કેટ વર્ષ 2022માં રૂ.1.28 લાખ કરોડનું હતું તે, બમણું થઈને વર્ષ 2027માં 14.3 ટકાના એકંદર સરેરાશ વૃધ્ધિ દર (CAGR) થી આગળ ધપશે તેવી ધારણા સાથે રેફ્રિજરેશન અને કોલ્ડ ચેઈન ઉદ્યોગમાં વિકાસ માટેની અપાર ક્ષમતાઓ જણાઈ રહી છે.
કોવિડ-19 મહામારી દરમ્યાન વેક્સીનની અસરકારક સપ્લાય ચેઈન જાળવી રાખીને રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટેશન અને કોલ્ડ સ્ટોરેજ ટેકનોલોજીએ તેનું અપાર મહત્વ અને જરૂરિયાત પૂરવાર કરી છે.
રેફ્રિજરેશન અને કોલ્ડ સ્ટોરેજ ટેકનોલોજી તથા કોલ્ડ ચેઈન ઉદ્યોગના ભાવિ સપ્લાયર્સ અને બાયર્સને એકબીજા સાથે જોડીને વ્યૂહાત્મક જોડાણો વિકસાવવામાં રેફકોલ્ડ ઈન્ડિયા નેટવર્કીંગની વિવિધ તકો પૂરી પાડશે.
ISHARE ના નેશનલ પ્રેસિડેન્ટ- એનએસ ચંદ્રશેખર જણાવે છે કે “રેફકોલ્ડ ઈન્ડિયા રેફ્રિજરેશન અને કોલ્ડ ચેઈન ઉદ્યોગના તમામ ક્ષેત્રોને એક જ સ્થળે એકત્રિત કરશે અને સાથે સાથે કોલ્ડ ચેઈન અને રિફર ટ્રાન્સપોર્ટેશન તરફ ધ્યાન કેન્દ્રિત કરતું આ એક માત્ર પ્રદર્શન છે. અમને એક્ઝીબીટર્સ તરફથી અદ્દભૂત પ્રતિસાદ મળ્યો છે અને આ સમારંભ વધુ એકવાર અત્યંત સફળ બની રહેશે તેવો અમને વિશ્વાસ છે.”
ત્રણ દિવસના આ સમારંભના ભાગરૂપે ફાર્મા, ડેરી, માછીમારી અને હોસ્પિટાલિટી ઉદ્યોગ અંગેના વિશિષ્ટ સેમિનાર્સ અને વર્કશોપ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ઈનોવેટીવ પ્રોડક્ટસ અને સ્ટાર્ટઅપ્સની ટેકનોલોજીનું મહત્વ પારખીને આ વિષયનો એક ડેડીકેટેડ પેવેલિયન આ સમારંભનો હિસ્સો બની રહેશે. IIR પેરિસ, ચીન, તુર્કી,
AHPNW- જાપાન તેમજ અન્ય દેશોના પ્રતિનિધિ મંડળ પણ આ સમારંભમાં સામેલ થશે. દુનિયાભરના આ ઉદ્યોગના નિષ્ણાંતો સફળ કેસ સ્ટડીઝ અને બિઝનેસ મોડેલ્સની એન્જીનિયર્સ કોન્કલેવમાં રજૂઆત કરશે. રેફકોલ્ડ ઈન્ડિયામાં ઓછી અથવા તો મર્યાદિત માળખાગત સુવિધાઓ ધરાવતા વિકાસમાન દેશોમાં વેક્સીન કોલ્ડ ચેઈન અને વૈકલ્પિક ઉપાયોનો વિષય કેન્દ્રમાં રાખીને સંવાદ હાથ ધરાશે.
રેફકોલ્ડ ઈન્ડિયાના ચેરમેન શ્રી પંકજ ધારકર જણાવે છે કે “અમે ફૂડ મેન્યુફેક્ચરર્સ અને માંસ તથા ડેરી ક્ષેત્ર, ફ્રોઝન અને ચીલ્ડ ફૂડઝ, હોલસેલ ડિસ્ટ્રીબ્યુશન અને રિટેઈલ, રિફર ટ્રાન્સપોર્ટેશન, ફાર્મા અને હેલ્થકેર, પોર્ટસ, શિપીંગ કંપનીઓ અને અન્ય ક્ષેત્રોના પ્રતિનિધીઓ રેસ્કોલ્ડ ઈન્ડિયાની મુલાકાત લેશે અને રેફ્રિજરેશન અને કોલ્ડ ચેઈન ઈન્ડસ્ટ્રીમાં કેટલીક અત્યંત આધુનિક ટેકનોલોજીસ અને ઈનોવેશન્સ નિહાળશે.”
રેફકોલ્ડ ઈન્ડિયાને ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ રેફ્રિજરેશન (IIR), એર કન્ડીશનીંગ એન્ડ રેફ્રિજરેશન, મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ISKID), ઈન્સ્ટીટ્યુટ ઓફ રેફ્રિજરેશન (IOR), UNEP, ધ ચાઈનીઝ એસોસિએશન ઓફ રેફ્રિજરેશન જેવી અનેક આંતરરાષ્ટ્રિય એસોસિએશન્સ અને વૈશ્વિક સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ સંસ્થાઓ કોન્ફરન્સમાં બેઠકો યોજશે અને વિવિધ વિષયોને આવરી લઈ સમારંભમાં ભાગ લેનાર સભ્યોને પરામર્શ અને સંવાદની તક પૂરી પાડશે.
પ્રદર્શનોનું આયોજન કરતી ભારતની અગ્રણી કંપનીઓમાં સમાવેશ પામતી રેડીકલ કોમ્યુનિકેશન્સના સહયોગથી આ સમારંભનું આયોજન થઈ રહ્યું છે. સમારંભમાં ટેકનિકલ વર્કશોપ્સ, પેનલ ચર્ચાઓ અને જ્ઞાનવૃધ્ધિ અંગેના કાર્યક્રમો યોજાશે.
ભારત અને અન્ય ઘણાં દેશોના બાયર ડેલિગેશન્સ અને દુનિયાના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન્સ આ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી અપેક્ષા છે.
#bharatmirror #bharatmirror21 #news #refcoldindia #ahmedabad