નીતા લીંબાચીયા, અમદાવાદ
14 July 2022:
મહાગુજરાત આંદોલનના લડવૈયા અને ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ અને પૂર્વ શિક્ષણ મંત્રી ‘સ્વ.પ્રબોધ રાવલ”ની ૯૩ મી જન્મ જયંતિ નિમિત્તે સીટીએમ ખાતે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ ની આગેવાની હેઠળ તેમના ફોટા ને પુષ્પ માલ્યા અર્પણ કરી કેક કાપી ભાવભીની શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
અને તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં ભરપૂર ગ્રાન્ટેડ શાળાઓ અને કોલેજો શરૂ કરવામાં આવી હતી. જેનો લાભ આજે પણ ગરીબ, મધ્યમ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે. તેમના ભગીરથ કાર્યોને બીરદાવવા માં આવ્યા હતાં.
કાર્યક્રમમાં અગ્રણીઓ શ્રીજ્યોર્જ ડાયસ,રમેશ ભીલ,રાજેશ આહુજા,સુનિલ કોરી, નોએલ ક્રિશ્ચિયન,બ્રિજેશ પટેલ,સંજય મેલવાણી વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.