નીતા લીંબાચીયા, અમદાવાદ
06 July 2022:
અમદાવાદીઓને મનોરંજન સાથે ટ્રાફિક કંટ્રોલ કરવામાં હોમગાર્ડ કર્મચારી પિન્કેશ જૈનનું નામ માત્ર કાફી છે. પિન્કેશ જૈન પોતાની અલગ અલગ પ્રકારની સ્ટાઈલથી અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોઇન્ટ ઉપર ટ્રાફિક કંટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે.
તેમની ટ્રાફિક કંટ્રોલ કરવાની સ્ટાઈલ માત્રથી લોકો ઓટોમેટકલી ટ્રાફિકના નિયમોનું પાલન કરતા જોવા મળી રહ્યા છે. ક્યારેક ક્યારેક તો આ જવાનની ટ્રાફિક કંટ્રોલ કરવાની સ્ટાઈલ અને નિષ્ઠાથી પ્રેરાઈને લોકો તેમને પાણી કે ઠંડા પીણા આપી જતા જોવા મળી રહ્યા છે.
જેથી આકરા તાપમાં આ જવાવાનો જુસ્સો ટકી રહે. ક્યારેતો લોકો આ જવાનની ટ્રાફિક કંટ્રોલ કરવાની સ્ટાઈલ જોતાં જોતાં સિગ્નલ ક્યારે ખુલી ગયું તે ભૂલી જતાં હોય છે.
પિન્કેશ જૈનને તેમની ટ્રાફિક કંટ્રોલ કરવાની સ્ટાઈલ, જોશ અને નિષ્ઠા જોઈને તેમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.