નીતા લીંબાચીયા, અમદાવાદ
02 July 2022:
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ”નેશનલ ડોક્ટર ડે” નિમિત્તે માનવ અધિકાર ગ્રુપ પ્રમુખ અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ ની આગેવાની હેઠળ તબીબો નું આભાર વ્યક્ત કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
ખાસ કરીને કોરોના ના કપરા કાળમાં જ્યારે દર્દીઓના સગા સંબંધીઓ કે ખુદ દીકરો કે દીકરી પણ કોરોના ગ્રસ્ત માતા કે પિતા ને હાથ લગાવવા તૈયાર નહોતા તેવા કપરા સંજોગોમાં તબીબોએ માતા-પિતા કે વાલી બનીને એવા લાખો દર્દીઓની સેવા કરી માનવતાને ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું છે. કોરોના કાળ માં કેટલાક તબીબો પણ તેનો ભોગ બન્યા નિઘન પામ્યા તે તમામ મૃતક સન્માનિય તબીબો પ્રત્યે દિલશોજી વ્યક્ત કરવામાં આવે છે.
તથા ડોક્ટરોને એમની માગણીઓ માટે હડતાલનો માર્ગ અપનાવો ન પડે તેની કાળજી રાજ્ય સરકારે લેવી જોઈએ ફરી એકવાર આ તમામ તબીબોને સલામ છે કાર્યક્રમમાં અગ્રણીઓ શ્રી જ્યોર્જ ડાયસ, રમીન્દ્ર બગ્ગા,નિતેશ પટેલ,રાજેશ દેસાઈ,ફૈશલઅલી સિદ્ધિકી,રમેશ ભીલ અરવિંદભાઈ પટેલ નફીશ અંસારી, વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #nationaldoctor’sday #ahmedabad