નીતા લીંબાચીયા, અમદાવાદ
11 July 2022:
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે તેની અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીને સંપૂર્ણ વિગતો આપી હતી
વડાપ્રધાનશ્રીએ આ વરસાદી સ્થિતીને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર રાજ્યના વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી હતી.
રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ ૩૬ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. છોટા ઉદેપુરના બોડેલીમાં સૌથી વધુ ૨૨ ઇંચ વરસાદ તથા રાજ્યના ૧૨ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના ૬૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૧ જુલાઇ ૨૦૨૨ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ ૬૫.૪૫ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૪૧.૭૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૩૯.૪૩ ટકા, પૂર્વ ગુજરાતમાં ૩૦.૦૭ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૨૦.૪૪ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
#bharatmirror #bharatmirror21 #news #narendramodi&bhupendrapatel #gujaratrain#ahmedabad