કેમિકલ પદાર્થ પીવાને કારણે જ 28 લોકોના મોત થયા છે, કેમિકલમાં દારૂ નહીં પાણી ઉમેરવામાં આવ્યું હતુ : DGP આશિષ ભાટિયા
460 લીટર કેમિકલ કબ્જે કરાયો
DGP એ વધુમાં જણાવ્યુ હતુ કે, આ કેમિકલમાં ફક્ત પાણી જ મેળવવામાં આવ્યું હતુ. દારૂમાં આ મિક્સ કરવામાં આવ્યું ન હતુ.
નીતા લીંબાચીયા, અમદાવાદ
26 July 2022:
બોટાદ કથિત લઠ્ઠાકાંડના મુખ્ય આરોપીની ધરપકડ
જયેશ નામના આરોપીની પીપળજથી ધરપકડ
આરોપીએ 600 લીટર કેમિકલ પૂરું પાડ્યું હતુ
દારૂ બનાવનારનો સગો થાય છે આરોપી
AMOS કેમિકલ કંપનીમાંથી મેથિનોલ લવાયુ હતુ.
ATS, ક્રાઈમ બ્રાંચની ટીમ કંપની સુધી પહોંચી
બોટાદ અને અમદાવાદ જિલ્લામાં કથિત લઠ્ઠાકાંડમાં કુલ 28 લોકોના મોત. જેમાં બરવાળા તાલુકાના રોજીદ ગામના 6 લોકોના મોત થયા છે. ઉંચડી ગામ અને ચંદરવા ગામના 2-2 લોકોના મોતનો પણ સમાવેશ થાય છે.
દારૂ નહિં, દેશી દારૂના નામે સીધું ઝેરી કેમિકલ જ પાણીમાં નાંખી પીવડાવ્યું હોવાનો પોલીસ પ્રાથમિક તપાસમાં ઘટસ્ફોટ.
ગૃહમંત્રી હર્ષ સંઘવી એ બોટાદ પોલીસ પાસે માંગ્યો અહેવાલ.
ભાવનગરની હોસ્પિટલમાં જ મૃત્યુઆંક ૧૯ થયો..હજુ ૨૯ ગંભીર: ગામે ગામે પોલીસ તપાસમાં જોતરાઈ : અનેકને ઉઠાવી ,લેવાયા : રોજીદ ગામના 5 લોકોના મોત,ચદરવા ગામના 2 લોકોના મોત,ચદરવા ગામના 2 લોકોના મોત,દેવગના ગામના 2 લોકોના મોત,અણીયાલી ગામના 2 લોકોના મોત,આકરૂ ગામના 3 લોકોના મોત,ઉચડી ગામના 2 લોકોના મોત
બોટાદ તાલુકાના રોજિદ ગામમાં લઠ્ઠાકાંડની ચકચારી ઘટના સામે આવી છે. તેમાં કુલ 29 લોકો ઝેરી દારુ પીવાના કારણે મોતને ભેટ્યા છે. તેવામાં આકરુ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક બાપે દારુના કારણે 12 કલાકમાં જ પોતાના 2 કમાઉ દીકરા ગુમાવ્યા છે.
#bharatmirror #bharatmirror21 #news #lattakand #ahmedabad