નીતા લીંબાચીયા, અમદાવાદ
17 July 2022:
જરીબા ક્યારે કામ કરવાનું બંધ કરશે તે વિશે પૂછવામાં આવતા, તેઓએ કહ્યું કે, હું જીવીશ ત્યાં સુધી મારું
શરીર મને આમ કરવા દે ત્યાં સુધી હું કામ કરતી રહીશ. પૈસા માટે કામ કરવું એવું માત્ર મારા માટે નથી, પરંતુ કામ એક એવી પ્રવૃત્તિ છે, જે તમને શારીરિક રીતે સ્વસ્થ અને માનસિક રીતે સક્રિય રાખે છે.
મૂલ્યો, સિદ્ધાંતો અને નીતિશાસ્ત્ર એ એવી વસ્તુ છે. જેના વિશે ઘણા લોકો વાત કરે છે પણ, જડીબા નું કહેવું છે કે, “મારું સારું અને તંદુરસ્ત જીવન એ જ મારો સંદેશ” છે, અને તેનું સાચું ઉદાહરણ મારા માટે એક માત્ર સતત પ્રવૃત્તિમય રહેવું, કામ કરતા રહેવું.
કલ્પના કરો કે કોઈ આવીને તમને કહે છે કે તમને તમારી મૂળભૂત જરૂરિયાતો માટે કામ કર્યા વિના અમે તમને નક્કી રકમ દર મહિને આપીશું. અને તમારી રહેવાની સગવડ કરી આપી છું, તો શું તમે કામ પર જશો અથવા પ્રયત્ન કર્યા વિના બધું મેળવીને ખુશ થશો?
પણ 70 વર્ષીય જરીબા, મફત પૈસા અને ભોજનના વિકલ્પ માટે ગયા ન હતા! અમદાવાદની આ મહિલા તેમના પતિ સાથે એક ચાલમાં રહે છે. તેમના જીવન વિશે પૂછવામાં આવતા, તેઓએ કહ્યું કે
“તેઓ 40 વર્ષથી કામ કરે છે. તેમને ઘણી નોકરીઓ બદલી અને સફાઈ, રસોઈ તથા અન્ય કામમાં લોકોને મદદ કરી. અને તેમને પાછલા વર્ષોમાં જે જરૂરી હતું તે કર્યું. પરંતુ તેમના પતિ જ્યાં સુધી કામ કરતા હતા, ત્યાં સુધી. પરંતુ કોરોના દરમિયાન તેમના પતિને કોરોનામાં ઘૂંટણની સમસ્યા આવી, અને નોકરી પણ છૂટી ગઈ તે પછી ઘર ચલાવવામાં મોટી સમસ્યા આવી ગઈ, જેના કારણે તેના માટે કામ કરવું જરૂરી બની ગયું.
કોરોના પછી જરીબા કામની શોધમાં સતત ફરતા રહ્યા અને અંતે સફાઈ વિદ્યાલયમાં તેમને સફાઈ કરવાનું કામ મળી ગયું. તેની આવકમાં તેમનું જીવન આરામ થી ચાલવા માંડ્યું છે. પતિ-પત્ની બંને એકલા રહે છે કારણ કે તેમને કોઈ સંતાન નથી. તેથી તેઓ બંને એકબીજાની સંભાળ રાખે છે. અને આજીવિકા કમાય છે. તેણીની સફરની સૌથી સારી વાત એ છે કે તે માત્ર મદદ શોધવાને બદલે તેના પરિવારને ટેકો આપવા માટે કામ શોધી રહ્યા હતાં.
તેમને ગૌરવ અને પ્રામાણિકતા સાથે જીવવું
જરીબા એક સંસ્થાના એક વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા જેણે તેમને તેમના જીવન ખર્ચને આવરી લેવા માટે કેટલીક મૂળભૂત જરરિયાતો અને માસિક રકમ ચૂકવવાની ઓફર કરી. જો કે, તે મફતમાં મદદ લેવાના વિચારની તદ્દન વિરુદ્ધ હતા, અને તેમને રોજગાર મેળવવામાં મદદ કરવાનો આગ્રહ રાખ્યો હતો.
છેવટે, તેએમના ઇરાદાએ તેમને કામને શોધવામાં વાસ્તવિકતામાં દર્શાવી. તેમની મદદથી, જરીબાને તેમની યોગ્યતાના આધારે યોગ્ય સંસ્થામાં નોકરી મળી અને તે મુજબ પગાર પણ આપવામાં આવે છે.
70 વર્ષની ઉંમરે પણ તે કોઈના પર નિર્ભર રહેવાને બદલે કામ કરવા અને કમાવવા માટે મક્કમ છે. તેણી દ્રઢપણે માને છે કે
મહેનત કર્યા વિના પૈસા મેળવવાથી માણસ વધુ લોભી અને આળસુ બને છે. તે તેમના જીવનનો ઉદ્દેશ છે.
#bharatmirror #bharatmirror21 #news #jariba #safaividhyalay #ahmedabad