નીતા લીંબાચીયા, અમદાવાદ
22 July 2022:
અમદાવાદ – ગુડવીલ ચેરીટેબલ ટ્રસ્ટના મુખ્ય દાતા પ્રતાપભાઈ ઠાકોર તરફથી જગન્નાથ મંદિર -જમાલપુર ખાતે ચિન્મય મંદ બુદ્ધિના બાળકોની સંસ્થા- સરખેજના બાળકોને ભગવાન જગન્નાથના દર્શન તથા ભોજન પ્રસાદ(ભંડારા)નું આયોજન કરવામાં આવ્યું હતું.


ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થામાં ચિન્મય મંદ બુદ્ધિ સંસ્થાના સંચાલક ડો.ગર્ગ શુકલ સહિત કુલ ૩૮ બાળકો અને તેઓની સંભાળ રાખતા શિક્ષકોએ જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથના દર્શન તથા ભોજન પ્રસાદ(ભંડારા)નો લાભ લીધો હતો.

ગુડવીલ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક શ્રી વિક્રમભાઈ પટેલ અને સંજયભાઈ શુકલના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટના કાર્યકરોએ સમગ્ર કાર્યક્રમનનું આયોજન હતું.
#bharatmirror #bharatmirror21 #news #goodwillcharitabletrust #ahmedabad
