નીતા લીંબાચીયા, અમદાવાદ
14 July 2022:
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અભૂતપૂર્વ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સંપત્તિ અને માનવ સમુદાયને ભારે નુકસાન થયું છે અને ઘણા લોકો આશ્રય અને અનાજ વિના રહી ગયા છે.
રાજ્યની મહાજન પરંપરાને અનુરૂપ અને સમયની જરૂરિયાતને ઓળખીને ગુજરાત ચેમ્બર ફાઉન્ડેશન ફૂડ પેકેટનું વિતરણ કરીને આશ્રયવિહોણા વ્યક્તિઓને મદદ કરેલ છે.
GCF દ્વારા આજે અમદાવાદ વિસ્તારના પૂરગ્રસ્ત વિસ્તારોમાં 5000 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અને આવતીકાલે બીજા 5000નું વિતરણ કરવામાં આવશે.