નીતા લીંબાચીયા, અમદાવાદ
014 July 2022:
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્ત દરમ્યાન વાત્સલ્ય સીનીયર સીટીઝન હોમ, ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, જૂના વાડજ સર્કલ ખાતે યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા અને લાયન્સ ક્લબ ઓફ જોધપુર હીલ-સોલા-નરોડા તથા વાત્સલ્ય સીનીયર સીટીઝન હોમ-ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી પરિવારના સભ્યોના સહયોગથી ઊજવવામાં આવ્યો.
જેમાં ગુરુ પાદુકા પૂજન, તુલસી પૂજન, વરુણદેવ પૂજન,સત્ય નારાયણ કથા અને ગુરુ ચાલીસા પાઠ સમૂહમાં થશે તેમજ નિયામક આયુષ કચેરી ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત અમદાવાદ અને સરકારી આયુર્વેદ-હોમીયોપેથી દ્વારા નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ છ દિવસની દવા સાથે અને ડો.વંદના પંચાલ, નાડીવૈદ્ય દ્વારા વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
તેમજ તુલસીના છોડ-વૃક્ષ રોપા તુલસીના ચમત્કારી ગુણ પુસ્તિકા, ગુરુ ચાલીસા, ગાયત્રી ચાલીસા ગાયત્રી મંત્ર લેખન નોટબુક,માસ્ક અને સેનીટાઈઝરનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવમા આવ્યું.
અને વાત્સલ્ય સિનિયર સિટિઝનો હોમ ના દરેક વૃધ્ધ ભાઈ બહેનોને ભોજન આપવામાં આવ્યું. ખૂબ જ મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સદસ્યો તથા લાયન્સ પરિવારના મિત્રો હાજર રહ્યાં.
#bharatmirror #bharatmirror21 #news #gaytriparivar #indianredcrosssociety #ahmedabad