નીતા લિંબાચીયા, અમદાવાદ,
16 જુલાઈ ૨૦૨૨:
આવનારા તહેવારોને વધુ ટ્રેન્ડી બનાવવા માટે અવનવા ડિઝાઇન અને ખુબજ સુંદર ફેશન કલોથસ, જ્વેલરી, હોમ ડેકોર, સેલ્ફકેર પ્રોડક્ટ અને ફૂટવેરની અવનવી ડિઝાઇન સાથે અમદાવાદના કનેકટ ગ્રુપ દ્વારા ત્રણ દિવસીય એક્ઝિબિશન માયરાનું આયોજન 22, 23 અને 24 જુલાઈના રોજ સિંધુભવન બેન્કવેટ ખાતે કરવામાં આવેલ છે. જેમાં ભારતભરમાંથી ૮૦ જેટલા એક્ઝિબિટર જોડાયેલ છે.
આ સાથે રાજકોટ, મુંબઈ, જામનગર અને જયપુરથી પણ ઉદ્યોગસાહસિકો ઉપસ્થિતઃ રહેશે.
આ એક્ઝિબિશન વિશે વાત કરતા કનેક્ટ ગ્રુપના નાઇકા અગ્રવાલ દ્વારા જણાવામાં આવ્યુ હતું કે, કનેક્ટ એ એક મહિલાનું નેટવર્કિંગ જૂથ છે જે ઉત્સાહી અને સાહસિક મહિલાઓ દ્વારા આ ખૂબ જ આગળ વધ્યું છે. જે હાલમાં સમગ્ર ભારતમાં ફેલાયેલ છે, આ જૂથ વિવિધ ક્ષેત્રની કુશળતાના મહિલાઓને એક સામાન્ય મંચ પર લાવે છે અને વ્યવસાયની તકો પૂરી પાડીને તેઓને એક બીજાને સશક્ત બનાવવા માટે સુવિધા આપે છે.
હાલમાં ગ્રૂપમાં ૫૦૦ થી વધુ મહિલા ઉદ્યમીઓ છે. આ રીતે સ્મોલ અને મીડીયમ સ્કેલ ના ઇવેન્ટસ દ્વારા હમે દરેક લોકોને આગળ વધારવા માંગીયે છીએ.