નીતા લીંબાચીયા, અમદાવાદ
01 July 2022:
ફાર્મા ક્ષેત્રની અગ્રણી કંપની કેડીલા ફાર્માસ્યુટિકલ્સે તેના કર્મચારીઓના તેજસ્વી સંતાનો માટે રવિવારે હેલિકોપ્ટરમાં મુસાફરીના યાદગાર પ્રસંગનું આયોજન કર્યું હતું.

કેડીલા ફાર્માસ્યુટિકલ્સના કર્મચારીઓના સંતાનો કે જેમણે તાજેતરમાં ધોરણ-10 અને 12ની પરિક્ષા પાસ કરી છે તેવા 25 તેજસ્વી સંતાનો માટે ભારત કે ભવિષ્ય કાર્યક્રમના નેજા હેઠળ સીએડી વેન્ચર હાઈ ફ્લાયર્સ પ્રોગ્રામ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેડીલા ફાર્માનો આ પ્રયાસ તેના કર્મચારીઓના કલ્યાણ અને વિકાસ માટેની કટિબધ્ધતા તરીકે હાથ ધરવામાં આવ્યો હતો.

સીએડી વેન્ચર્સના સીઓઓ ડો. અરૂણ લોહિયા જણાવે છે કે “કેડીલા ફાર્માસ્યુટિકલ્સના દરેક કર્મચારીને તેના પરિવારનો હિસ્સો ગણવામાં આવે છે અને તેમના સંતાનો પણ આ પરિવારનો હિસ્સો છે. હેલિકોપ્ટર પ્રવાસનું આયોજન બાળકોની સિધ્ધિના સન્માન તરીકે અને તે ઉંચા સપનાં સેવી શકે તે હેતુથી હાથ ધરવામાં આવ્યું હતું. અમે બાળકોને તેમના અભ્યાસ, કારકીર્દિ અને ભવિષ્યના પ્રયાસોમાં સફળતા માટે શુભેચ્છા પાઠવીએ છીએ.”
બાળકો માટે હેલિકોપ્ટરનો પ્રવાસ એક યાદગાર અને આનંદપ્રદ ઘટના બની હતી. બાળકોના આ હેલિકોપ્ટર પ્રવાસ પ્રસંગે ઘણાં પરિવારો ભાવુક બની ગયા હતા.
#bharatmirror #bharatmirror21 #news #cadilapharma’sairtravel #ahmedabad
