નીતા લીંબાચીયા, અમદાવાદ
10 July 2022:
બોલીવુડના એક્શન સ્ટાર વિદ્યુત જામવાલની લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ ખુદા હાફિઝ ચેપ્ટર 2 અગ્નિ પરિક્ષા શુક્રવાર 8 જુલાઇના રોજ થિયેટરમાં રિલિઝ થઇ છે અને તેને દર્શકો તરફથી ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં વિદ્યુત જામવાલની સાથે શિવાલિક ઓબેરોય લીડ રોલમાં છે અને તેનું ડાયરેક્શન ફારૂક કબીરે કર્યું છે.
ફિલ્મ રિલિઝ થવા સાથે તેના સ્ટારકાસ્ટ દેશભરમાં જોરશોરથી તેનું પ્રમોશન પણ કરી રહ્યાં છે. તેના ભાગરૂપે તાજેતરમાં ફિલ્મના લીડ કલાકારોએ અમદાવાદની મુલાકાત લીધી હતી અને ફિલ્મની વાર્તા, તેના એક્શન સીન સહિત ફિલ્મ પ્રોડક્શન સંબંધિત તેમના અનુભવો વર્ણવ્યાં હતાં. ફિલ્મમાં એક પિતાનો બદલો, બેચેની અને આક્રોશને ખૂબજ સુંદર રીતે રજૂ કરાયો છે અને તે દર્શકો સાથે જબરદસ્ત બોન્ડિંગ પેદા કરે છે.
આ ફિલ્મના ટ્રેલર જોવા સાથે જ તેના ચાહકો ઉત્સુકતાથી રિલિઝની રાહ જોઇ રહ્યાં હતાં. વિદ્યુત જામવાલની ફિલ્મ ખુદા હાફિઝ વર્ષ 2020માં ઓગસ્ટમાં રિલિઝ થઇ હતી અને હવે ખુદા હાફિઝ 2 તેની સિક્વલ છે. આ સિક્વલમાં આગળની ફિલ્મની વાર્તાને આગળ ધપાવવામાં આવી છે. ફિલ્મના બીજા કલાકારોમાં દિવ્યેંદુ ભટ્ટાચાર્ય, શીબા ચઢ્ઢા અને રાજેશ તેલંગ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે.
#bharatmirror #bharatmirror21 #news #khudahaafiz #vidyutjammwal #shivaleekaoberoi #ahmedabad