નીતા લીંબાચીયા, અમદાવાદ
19 July 2022:
અસંગઠીત શ્રમિકો માટે આશીર્વાદરૂપ સાઢા ત્રણ વર્ષથી બંધ અન્નપૂર્ણા યોજના શ્રમિકોના વિશાળ હિતમાં શરૂ કરવા પ્રદર્શનયોજી આપવામાં આવેલું આવેદનપત્ર
માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસ અને એસોસિયેશન ઓફ ટ્રેડ યુનિયન ના પ્રમુખ શ્રી રમેશભાઈ પરમાર એક સંયુક્ત અખબારી નિવેદનમાં જણાવે છે
૧૦ રૂપિયામાં ભરપેટ યોજના ના ની રાજય સરકાર શ્રી ની અન્નપૂર્ણા યોજનાનું બાળમરણ થઈ ગયું છે. જૂન ૨૦૧૭ ના વર્ષમાં રાજય અને અમદાવાદમાં શરૂ થયેલ આ યોજના લગભગ છેલ્લા સાઢા ત્રણેક વર્ષથી બંધ પડી છે. કોરોના કાળમાં લોકડાઉન થી બેરોજગાર બનેલા અને વર્તમાન આર્થિક મંદીનો ભોગ બનેલા શ્રમિક વર્ગને જરૂરિયાત છે. તેવા સમયે સરકારે યોજના બંધ કરી દેતા શ્રમિકો ને અસહ્ય તકલીફો નો સામનો કરવો પડી રહ્યો છે.
રાજ્ય સરકારના કાયદા પ્રમાણે બિલ્ડર ની યોજના પૂરી થતાં નફામાંથી બે ટકા શેષ ગુજરાત રાજ્ય મકાન બાંધકામ કલ્યાણ બોર્ડમાં ફરજિયાત જમા કરે છે. જેથી ૩૫૦૦ કરોડથી વધુ
રકમ જમા છે એમાંથી બે ટકાથી અઢી ટકા જેટલી રકમ ખર્ચ કરી છે જે ખર્ચ પણ વહીવટી ખર્ચો છે. જેથી કામદારોને સહાય મળતી નથી અન્નપૂર્ણા યોજના હેઠળ દાળ ભાત શાક રોટલી છાસ સહિત ભોજન સામગ્રી પાર્સલ સુવિધા ના રૂપમાં પેક કરી આપતી હતી કડિયા નાકા પર સવારે મોટી સંખ્યામાં મજુર વર્ગ આવતો હોય છે. કામે જતા પહેલા તેઓ ભરપેટ ભોજન એ પણ ફક્ત દસ રૂપિયામાં કરી શકે છે એ માટે આ યોજનાનો લાભ સમાજના એક મોટો વર્ગ લેતો હોય છે અન્નપૂર્ણા યોજનામાં ભોજન મળે તો તેઓની બચત થઈ શકે અને પોષ્ટીક આહાર મળે તો હ્યમિનીટી પાવર વધી શકે છે તેવા સમયે સસ્તા ભાવે ભોજન આપનાર અન્નપૂર્ણા યોજના લાખો શ્રમિકોના વ્યાપક હિતમાં શરૂ કરવી જોઈએ એક બાજુ મકાન બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડમાં પૂરતું ફંડ છે બીજી બાજુ સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી, છતાં શ્રમજીઓને હજુ સુધી અન્નપૂર્ણા ની થાળી ના દર્શન થયા નથી. ત્યારે આશીર્વાદ રૂપી અન્નપૂર્ણા યોજના શરૂ કરવા રૂપાલી સિનેમા પાસે આવેલ શ્રમ ભવન ખાતે મકાન અને અન્ય બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ ના પ્રાદેશિક નિયામકશ્રીની કચેરી સમક્ષ માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ તથા એસોસિયન ના પ્રમુખ શ્રી રમેશ પરમાર ની આગેવાની હેઠળ પ્રદર્શન યોજી લેબર ઓફિસરને એક આવેદનપત્ર આપી વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિક આગેવાનો શ્રી જ્યોર્જ ડાયસ, રમેશ પરમાર, રમેશ ભીલ, સુરેન્દ્રસિંહ ક્ષત્રીય, અરવિંદભાઈ પટેલ, કનૈયાલાલ નનામાં, દુરઈસ્વામી, અતિ પંચોલી વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.