નીતા લીંબાચીયા, અમદાવાદ
20 જૂન 2022:
- નેચર પાર્ક ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે
વિશ્વ યોગ દિવસની ઉજવણી ગુજરાત સાયન્સ સિટી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) ની 8મી આવૃત્તિ “માનવતા માટે યોગ” થીમ સાથે ઉજવવામાં આવશે. આયુષ મંત્રાલયે 21 જૂન, 2022 ના રોજ ભારતમાં અને સમગ્ર વિશ્વમાં આયોજિત 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 માટે આ થીમ પસંદ કરી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સાયન્સ સિટી ખાતે યોગના મહત્વને પ્રાધાન્ય આપવાના હેતુથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

21 જૂન 2022ના રોજ ગુજરાત સાયન્સ સિટી ખાતે નેચર પાર્કમાં સવારે 7 થી 9 દરમિયાન યોગ દિવસની ઉજવણી કરશે. યોગ અને તેના ફાયદા વિશે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.આ ઉપરાંત સાયન્સ સિટીના અધિકારીઓ અને સભ્યો પણ જોડાશે.

કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીઓ સૂર્ય નમસ્કાર પછી વિવિધ પ્રાણાયામ (અનુલોમ-વિલોમ, નાડી શોધ, વગેરે) અને યોગાસન (ચક્રાસન, ભુજંગાસન, વગેરે)નું નિદર્શન કરશે. યોગ રોગ નિવારણ, આરોગ્ય પ્રોત્સાહન અને જીવનશૈલીના ઘણા વિકારોના સંચાલન માટે જાણીતું છે.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત સાયન્સ સિટી જનસમુદાય ને વિજ્ઞાન સાથે જોડાવા પ્રયત્નશીલ છે. વૈજ્ઞાનિક અભિગમ કેળવી શરીર વિજ્ઞાન ને પણ મહત્વ આપતા સાયન્સ સિટી ખાતે વિશાળ જગ્યામાં પથરાયેલ નેચર પાર્કમાં ખાસ યોગા સ્પેસ પણ છે.
#bharatmirror #bharatmirror21 #news #yodaday #ahmedabad
