ગુજરાતી ફિલ્મ ‘વિકીડા નો વરઘોડો ‘નું ગીત ‘ઉડી રે’ રિલિઝ કરાયું, ગીતને કંઠ સોનુ નિગમે આપ્યો
નીતા લીંબાચીયા, અમદાવાદ
30 જૂન 2022:
ટૂંક સમયમાં રિલિઝ થનારી ટ્રેજિક કોમેડી ગુજરાતી ફિલ્મ ‘વિકીડા નો વરઘોડો’ના મેકર્સે કોન પ્લેક્સ સ્માર્ટ થિયેટરમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં ફિલ્મનું સોંગ ‘ઉડી રે’ દર્શકો સમક્ષ રજૂ કર્યું હતું.
સમગ્ર ભારત અને વિદેશમાં જબરદસ્ત લોકપ્રિયતા ધરાવતા પ્લેબેક સિંગર સોનુ નિગમે ઉડી રે ગીત ગાયું છે તથા આ મધુર ગીતને અમર ખાંધાએ કમ્પોઝ કર્યું છે અને તેના નિરેન ભટ્ટે ગીત લખ્યું છે. ફિલ્મના લીડ અભિનેતા મલ્હાર ઠાકર ના બર્થડેની ઉજવણી સાથે આ ગીત લોંચ કરાયું હતું, જેમાં તેમના કો-સ્ટાર માનસી રાચ્છ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

કોન પ્લેક્સ સ્માર્ટ થિયેટરના સહ-સ્થાપક અને ડાયરેક્ટર રાહુલ ધ્યાની અને અનિષ પટેલે જણાવ્યું હતું કે, અમે ‘વિકિડા નો વરઘોડો’ના સોંગ લોંચની યજમાની કરતાં ઉત્સાહિત છીએ. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે છેલ્લાં થોડાં વર્ષોમાં દરેક બાબતે જબરદસ્ત કામગીરી નિભાવી છે અને અમને વિશ્વાસ છે કે ઉદ્યોગ નવી ઉંચાઇઓ હાંસલ કરશે. અમે મનોરંજન ઉદ્યોગ માટે અપાર જુસ્સો ધરાવીએ છીએ અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને જરૂરી તમામ સહયોગ કરીશું.

‘વિકીડા નો વરઘોડો’ નિર્માતા શરદ પટેલ દ્વારા પ્રસ્તુત કરાઇ રહી છે, જેમણે અગાઉ આપણને નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ આપી છે. આ ફિલ્મનું લેખન, નિર્દેશન અને સંપાદન રાહુલ ભોલે અને વિનિત કનોજીયાએ કર્યું છે, જેઓ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘રેવા’ના પણ ડાયરેક્ટર્સ છે.
ફિલ્મના નિર્માતા શરદ પટેલ છે અને એસપી સિનેકોર્પના શ્રેયાંશી પટેલ સાથે અજય શ્રોફ, પંકજ કેશરુવાલા અને જાનવી પ્રોડક્શન્સના વિકાસ અગ્રવાલ, રિશિવ ફિલ્મ્સના આશિષ પટેલ અને નિરવ પટેલે તેમને સહયોગ કર્યો છે. ફિલ્મના સહ-નિર્માતા સન આઉટડોર્સના પ્રિતિષ શાહ છે.
#bharatmirror #bharatmirror21 #news #udire… #sonunigam #ahmedabad
