નીતા લીંબાચીયા, અમદાવાદ
23 જૂન 2022
ધ લીલા ગાંધીનગરે પ્રસિધ્ધ યોગ સેન્ટર કૈવલ્ય યોગશાળાના સહયોગથી ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી કરી. પોતાની બ્રાન્ડની લાક્ષણિકતાઅનુસાર ભારતના પરંપરાગત યોગ સ્વરૂપને જાળવી રાખીને જીવનમાં શાંતી અને સંવાદિતા જાળવી રાખવાના હેતુથી યોગની વિશેષ સેસનનુ આયોજન કરવામાં આવ્યુ હતું. તે પછી બેઠકમાં ઉત્સાહપૂર્વક સામેલ થયેલા લોકો માટે ખાસ વર્લ્ડ યૌગા ડે પ્રસંગે ઔજસ્યને અનુસરીને ખાસ લીલા મેનુ તૈયાર કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે વાત કરતાં ધ લીલા ગાંધીનગર અને મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટરના વાઈસ પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર શ્રી જયદિપ આનંદે જણાવ્યુ હતું કે “યોગ એ પોતાનુ સૌષ્ઠવ જાળવવાની પ્રવૃત્તિ છે અને આ પ્રસંગ ઉજવવા માટે યોગ ઈન્ટરનેશનલ ડેથી બહેતર બીજુ કશું હોઈ શકે નહી. લીલા ગાંધીનગર તંદુરસ્ત જીવનને પ્રોત્સાહિત કરે છે અને અમારા વેલનેસ પ્રોગ્રામ “ઔજસ્યા ધ લીલા “ શુધ્ધ આહાર “ માટેઆગ્રહ રાખે છે.
“માનવતા માટે યોગ” વિષયે દુનિયાભરમાં ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
#bharatmirror #bharatmirror21 #news #thalila #gadhinagar #lilayoga #ahmedabad